ગાંધીનગરમાં PM મોદી LIVE - વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચ્યા, વિવિધ સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “ડિજિટલ ઇન્ડિયા વીક -૨૦૨૨”નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો. કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ થીમ પર આધારિત કાર્યક્રમ આજથી 9 જુલાઈ સુધી ચાલશે. જેમાં 200થી વધુ સ્ટોલ સાથેના ડિજિટલ મેળાનું આયોજન કરવામા આવ્યું છે. રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સનું પ્રદર્શન હવે લોકો માટે ખુલ્લુ મુકાયું છે. 5 અને 6 જુલાઈએ તકનિકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે, 7થી 9 જુલાઈ સુધી ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન થશે.આ લોન્ચિંગ કાર્યક્રમ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચ્યા છે. ત્યાં તેઓ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે. આજે તેઓ કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ થીમ પર આધારિત ડિજિટલ ઈન્ડિયા વીક 2022નો મહાત્મા મંદિર ખાતેથી દેશવ્યાપી શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિતિ રહેશે.
આજે બપોર બાદ તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમનો કાફલો ગાંધીનગર રવાના થયો હતો. રાજભવન ખાતે તેમનું સ્વાગત કરાયું હતું.