રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2019 (12:06 IST)

રાહુલ ગાંધી ગુજરાતમાં ૧૦ જનસભાઓ સંબોધશે

લોકસભાની ચૂંટણી ૨૦૧૯ની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અને રાજકીય રણનીતિ ઘડવામાં આવી રહી છે ત્યારે કૉંગ્રેસ પાર્ટી દ્વારા થોડા દિવસ પહેલા ગુજરાતમાં સીડબલ્યુસીની બેઠક યોજીને પ્રચારની શરૂઆત કરી હતી. આ બેઠક બાદ હવે ફરીથી રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી સીડબલ્યુસીની બેઠક બાદ આગામી દિવસોમાં ફરીથી ગુજરાત આવશે અને તેઓ અહીં ૧૦ જનસભા સંબોધશે. સાથે પ્રિયંકા ગાંધીને ફરી બીજી વખત ગુજરાત આવવા માટે પ્રદેશ કૉંગ્રેસે આમંત્રણ આપ્યું છે. સાથે કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓ પણ ચૂંટણી પ્રચાર કરશે. લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસના પ્રદેશ નેતાઓ રાજ્યભરમાં ૧૦૦થી વધુ જનસભાઓ યોજી ગુજરાતના ખૂણે-ખૂણે પાર્ટી માટે પ્રચાર કરશે.