શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (14:10 IST)

વિપક્ષ સરકાર અને સેનાની સાથે - કોગ્રેસ અધ્યક્ષ રાહુલ

શુક્રવારે પ્રેસ કૉન્ફ્રેસ કરીને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે સમગ્ર વિપક્ષ આ સમયે ભારત સરકાર અને સેના સાથે ઉભુ છે. આ હુમલો ખૂબ મોટો છે. આતંકવાદીઓનો મકસદ દેશના ભાગલા પાડવાનો છે.  રાહુલે કહ્યુ કે અમે દરેક શહીદના  પરિવાર સાથે ઉભા છીએ. દેશને કોઈ શક્તિ તોડી શકતી નથી.  પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યુ કે દેશ આ પરિસ્થિતિમાં એક સાથે ઉભો છે. અમે લોકો સરકાર અને સેના સાથે ઉભા છીએ. મનમોહન સિંહે કહ્યુ કે આજે દેશ માટે ખૂબ દુખનો દિવસ છે.