શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (15:50 IST)

ગાંધીનગરના સાંતેજમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીની હત્યા નિપજાવી દુષ્કર્મ આચરનારા વિજય ઠાકોરને સેશન્સ કોર્ટે સજા ફટકારી

ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં એક બાળકીની હત્યા નિપજાવી દુષ્કર્મ ગુજારવાના મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહત્વનું છે કે, માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી સજા ફટકારી દાખલો બેસાડ્યો છે.

ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી ઓછા દિવસમાં ચુકાદો આપનાર કેસ છે. ગત દિવાળીના તહેવારો દરમિયાન ગાંધીનગર જિલ્લાના રાંચરડા અને સાંતેજ વિસ્તારની આસપાસમાં નાની શ્રમજીવી વસાહતોમાં રહેતી ત્રણ માસૂમ બાળકીઓના અપહરણ અને બળાત્કારની ઘટના બની હતી. જેમાં એક ત્રણ વર્ષની બાળકીની હત્યા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસના મામલે ગાંધીનગર પોલીસે આરોપી વિજય ઠાકોરની ધરપકડ કરીને પુછપરછ કરતા તેણે તમામ ગુના આચર્યાના ખુલાસા થયા હતા. બાદમાં સમગ્ર કેસની તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ પી ઝાલાને સોંપવામાં આવી હતી. જેમાં પોલીસે વિજય ઠાકોર સામે નોંધાયેલા અલગ અલગ ગુનાઓ પૈકી ત્રણ વર્ષની બાળકીની હત્યા-દુષ્કર્મ કેસમાં આઠ દિવસના રિમાન્ડ મેળવીને તેની સામે મજબુત પુરાવા મેળવ્યા હતા. જેના આધારે ધરપકડના આઠ દિવસમાં જ એટલે કે 15મી નવેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં 500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં 60 વધુ સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી, એફએસએલ રિપૉર્ટ, સહિતના મહત્વના પુરાવાઓ એકઠા કર્યા હતા. .આ ચાર્જશીટ ફાઇલ થયા બાદ ગાંધીનગર પોક્સો કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ સુનીલ પંડયાએ ફાંસીની સજાનાં 13 જજમેન્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા. અને 66 પાનાની દલીલો પણ રજૂ કરી હતી.વિજય ઠાકોરે ત્રણ વર્ષની બાળકીનું બાઈક પર અપહરણ કરી અવાવરુ નાળામાં લઈ ગયો હતો. અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જેનાં કારણે બાળકી રડવા લાગી હતી. અને ગુપ્ત ભાગેથી પુષ્કળ રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો. આથી પકડાઈ જવાની બીકે વિજયે તેનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. જે અંગે ગુનો દાખલ થયા પછી ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. અને બાળકીનું બી. જે મેડિકલ કોલેજ ખાતે પેનલ ડોક્ટરો મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં વીર્યના અવશેષો મળ્યા હતા. ઉપરાંત વિજયના પેન્ટ પરથી પણ વીર્યના ડાઘ મળી આવ્યા હતા. આરોપીના રિમાન્ડ દરમ્યાન તેણે બાળકીના વસ્ત્રો બનાવ સ્થળથી થોડેક દૂર ફેંકી દીધા હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે એફએસએલની ટીમ, પંચો તેમજ વિડિઓ રેકોર્ડિંગ સાથે સ્થળ પરથી બાળકીના કપડાં કબ્જે લીધા હતા. ત્યારે વિજયને લઈને પોલીસ તેના ઘરે ગઈ હતી. એ સમયે કબાટમાં ઘણા કપડાં હતા. પરંતુ બળાત્કાર - હત્યા સમયે તેણે કયાં કપડાં પહેર્યા હતા તેની સાચી હકીકત જણાવતો ન હતો. જેથી પોલીસે તેના બધા કપડાં કબ્જે લઈ FSL માં મોકલી આપતાં એક કપડાંની જોડના પેન્ટની ચેઇન પરથી વીર્યનાં તેમજ બાળકીના રુધિરના અવશેષો મળ્યા હતા. જેનું DNA પરીક્ષણ કરાવવામાં આવતાં બાળકીના ગુપ્ત ભાગેથી મળી આવેલ વીર્યનાં અવશેષો સાથે મેચ થઈ ગયા હતા. જો કે કેસને વધુ મજબૂત કરવા માટે પોલીસે મૃત બાળકીની માતાનું DNA પરીક્ષણ કરાવ્યું હતું. કેમકે બાળકીના જન્મનો કોઈ પુરાવા હતો નહીં. આથી DNA પરીક્ષણ થકી માતા - બાળકીનાં સંબંધો પ્રસ્થાપિત કરી વધુ એક પુરાવો ભેગો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિજયનાં બે મોબાઈલ પણ કબ્જે લેવામાં આવ્યા હતા. આ બનાવ અગાઉ એક બાળકી સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું. એ વખતે બાળકી પાસેથી મોબાઈલ વિજયે લઈ લીધો હતો. જેનું સીમકાર્ડ વિજયે પોતાના મોબાઈલમાં લગાવ્યું હતું. પોલીસે મોબાઈલની ગેલેરી જોતા એક હજાર પોર્ન ફોટા મળી આવ્યા હતા. જેનાં પરથી પોલીસને વિજય ઠાકોર પોર્ન એડિક્ટ હોવાની ખબર પડી હતી. તો બીજી તરફ આરોપી વિજય ઠાકોર સામે પાંચ વર્ષની બાળકી સાથેના દુષ્કર્મના કેસની 400 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં ફાઇલ પણ કરી દેવામાં આવી છે. જેની સુનાવણી નજીકના દિવસમાં શરૂ થવાની શક્યતા છે.આ ઉપરાંત, હવે દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસના તમામ કેસની પુછપરછમાં પૂર્ણ થઈ ચૂકી છે. હવે પોલીસ તેની ફરીથી કસ્ટડી મેળવીને મહિલાઓ પર હુમલો કરીને દાગીના તેમજ કિંમતી મત્તાની લૂંટ અંગેના કેસની પુછપરછ કરશે.