શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (15:14 IST)

અમદાવાદ: યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યાં 30 જેટલા હાઇપ્રોફાઇલ નબીરાઓના નામ ખૂલ્યા

અમદાવાદ જેવા મહાનગરો હોય કે પછી દરિયાકિનારાના જિલ્લાઓ એક બાદ એક કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે અમદાવાદનાં બોપલ વિસ્તારમાં ડ્રગ્સ કાંડમાં મોટા માથાઓ સામેલ હોવાની માહિતી સામે આવતા ખળભળાટ મચ્યો છે.  
 
30 નબીરાઓના નામ ખૂલ્યા, મોટા ભાગના કરોડપતિઓની ઓલાદ 
આરોપી વંદિત પટેલે સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે કે છેલ્લા બે જ વર્ષ તેણે 100 કિલો ડ્રગ્સ તો બહારથી મંગાવ્યું હતું. આ બધુ ડ્રગ્સથી અમીરોના દીકરાઓ નશાના રવાડે ચડયા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 30 જેટલા હાઇપ્રોફાઇલ નબીરાઓના નામ ખૂલ્યા છે.