એક સાથે 100 ક્ષત્રિયાણીઓ રાજકોટ બેઠક પરથી નોંધાવશે ઉમેદવારી
રાજકોટનાં ભાજપનાં ઉમેદવાર પરષોતમ રુપાલા દ્વારા ટિપ્પણી મામલે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા નવી રણનીતિ ઘડી છે. પરશોતમ રૂપાલાનાં નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવાશે. પરષોતમ રૂપાલાનાં વિવાદિત નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવશે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલએ જાહેરાત કરી હતી.
રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે. બીજી તરફ રૂપાલાએ આગળ કહ્યું હતું કે ત્રણ-ચાર દિવસમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જઈ શકું છું. મને ઉમેદવારપદેથી રદ કરવો કે યથાવત્ રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે. સમાજને પોતાની વાત કરવાનો અધિકાર છે. મેં માફી માગી લીધી છે. હવે કોમેન્ટ કરવા માગતો નથી.
માત્ર ધર્મ પ્રમાણે માફી આપી દે એ પ્રકારની વાતો અમે પણ કરી રહ્યા છીએ. મારે જે કહેવાનું હતું એ કહી દીધું છે. દલિત સમાજ વિશે મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં, મેં એટલું જ કહ્યું હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો. મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો એટલે એમા રાજકીય ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ન હોય. હવે મને એવું લાગે છે કે આ વિષયને અટકાવીએ દઈએ અને એના પર ડિબેટ કરવાથી એનો અંત આવશે નહીં.મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ માફ કર્યો છે.