શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 9 માર્ચ 2024 (12:14 IST)

મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજમાં સ્લેબ તૂટ્યો, 3 શ્રમિકોને બહાર કઢાયા

morbi slab
morbi slab


- મેડિકલ કોલેજ નિર્માણ પામી રહી હોવાથી આજે ભરતી વેળાએ સ્લેબ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ
-  ઘટનાની જાણ થતાં તંત્રમાં દોડધામ
- દટાઈ ગયેલા 4 પૈકી 3 શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી

મોરબીના શનાળા ગામ નજીક નવી મેડિકલ કોલેજ નિર્માણ પામી રહી હોવાથી આજે ભરતી વેળાએ સ્લેબ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી અને સ્લેબ તૂટી પડતા કામ કરી રહેલા ચારેક જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં તંત્રમાં દોડધામ મચી હતી અને તુરંત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં દટાઈ ગયેલા 4 પૈકી 3 શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી છે.
Slab broke in newly constructed medical college in Morbi
Slab broke in newly constructed medical college in Morbi

જેને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા છે તો હજુ એક શ્રમિક દટાયેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.ઘટનાની જાણ થતાં ટંકારા ધારાસભ્ય સ્થળ પર દોડી ગયા હતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. જોકે પૂરતા સાધનો કેમ ના હતા તેવો પ્રશ્ન પૂછતાં કોન્ટ્રાક્ટરને બોલાવી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું