શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 9 મે 2022 (12:38 IST)

હોટલના ફુડ પેકેટમાં નીકળી સાંપની કાંચળી, ડિનર માટે પૈક કરાવી ને લાવી હતી કેરલની મહિલા

snake skin
જો તમે હોટલમાંથી ખાવાનુ પૈક્ડ કરાવો અને ઘરે આવીને જુઓ કે તેમા તો સાંપની ચામડી એટલે કે કાંચળી છે તો તમને કેવુ લાગે ? સાંપોથી ભરેલા પ્રદેશ કેરલના તિરુવનંતપુરમ જીલ્લામાં આવી જ ઘટના થઈ. જેમા હોટલમાંથી ખાવાનુ પૈકેટ લઈને આવેલી મહિલાના ઘરમાં એ સમયે હડકંપ મચી ગયો જ્યારે પેકેટમાં સાંપની કાંચળી મળી. આ ઘટના નેદુમંગાદૂ નગરપાલિકાની છે. જ્ય ચેલ્લનગોડ નિવાસી પ્રિયાએ એક હોટલમાંથી ડિનર પેક કરાવ્યુ. પેકેટમાં સાંપની કાચળી મળવાની વાત સાચી નીકળી છે. હોટલ વિરુદ્ધ એક્શન લેવામાં આવી છે. 
 
પ્રિયાની પુત્રીને ખાવાનુ પેકેટ ખોલ્યુ. ગુરૂવારે પ્રિયા જ્યારે હોટલમાંથી ખાવાનુ લઈને આવી તો ડિનર માટે બેસેલી પુત્રીએ પેકેટ ખોલ્યુ. પેકેટ ખોલતા જ અંદર સાંપની કાંચડી જોવા મળી. જે પેપર સાથે  ચોટેલી હતી.  સાંપની ચામડી જોઈને તેની સૂચના પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓએન આપવામાં આવી. ખાવાના પેકેટને ખાદ્ય સુરક્ષાને સોપવામા આવ્યુ. નગરપાલિકાના અધિકારીઓનુ કહેવુ છે કે હોટલ વૈધ લાઈસેંસ પર ચાલી રહ્યુ છે. અધિકારીઓએ જઈને હોટલનુ નિરીક્ષણ કર્યુ. જ્યારબાદ કહ્યુ કે ખાવાના સ્ટોકમાં કોઈ ગડબડ નથી દેખાય રહી.