ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (12:50 IST)

જાણો પરપ્રાંતિયો પર હુમલાને લઈને અલ્પેશ ઠાકોરે શું કહ્યું

ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાને લઈને કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર આરોપ લાગી રહ્યો છે ત્યારે તેણ ધારાસભ્ય પદેથી રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. મીડીયા સાથે વાતચીત દરમિયાન ભાવુક બનેલા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે મારી વિરુદ્ધ મારી સમાજ વિરુદ્ધ ષડયંત્ર થતા રહ્યા તો હું રાજકારણ છોડી દઈશ. મને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેણે કહ્યુ કે  મારા સદભાવના ઉપવાસમાં હિન્દીભાષીઓ, ઠાકોર સમુદાયના લોકો પણ સામેલ થશે. અલ્પેશ ઠાકોરની સાથે કોંગ્રેસને બદનામ કરવાનું એક પોલિટિકલ કેમ્પેઇન ચાલી રહ્યું હોવાનું હવે ઠાકોર સમાજમાં પણ ચર્ચાઈ રહ્યું છે. ગુરૂવારે અલ્પેશ ઠાકોર માટે પણ પોતાની તાકાત દેખાડવાનો મોકો છે. આ ઉપવાસ ફેલ રહ્યાં તો અલ્પેશને રાજકીય કારકીર્દીને મોટી અસર પહોંચશે.ગુજરાતમાં ભાજપ પણ સારી રીતે જાણે છે કે, આ વર્ષે 2014નું પુનરાવર્તન થવું અધરું છે. ભાજપ માટે સૌથી વધારે મુશ્કેલ પરિસ્થિતિ એ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર છે. આજે પણ દક્ષિણ ગુજરાત એ ભાજપનો ગઢ રહ્યો છે. ભાજપના ગઢના કોંગરા એ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખરી રહ્યા છે. જેની અસર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પડી હતી અને લોકસભામાં પણ પડશે. આગામી સમયમાં જાતિવાદી રાજકારણ ખેલાય તો સૌથી મોટો વર્ગ એ ઓબીસી સમાજ છે. જેઓ ગુજરાતમાં 54 ટકા વર્ચસ્વ ધરાવે છે. પાટીદારો 14 ટકા અને દલિતોનો હિસ્સો 6 ટકા છે. ઓબીસી સમાજમાં નેતાઓનો અભાવ છે. ભાજપ પાસે કોઈ મજબૂત વિકલ્પ નથી. ઓબીસીમાં પ્રભુત્વ ધરાવતા ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોરનું કદ ધીમેધીમે વધી રહ્યું છે. જેમને પણ ભાજપે ખોળે બેસાડવાનો ઘણો પ્રયત્ન કર્યો છે પણ અલ્પેશ ઠાકોરની માગણીઓને સ્વીકારવાની ભાજપની તૈયારીઓ નથી. કહેવાય છે કે, ઠાકોર સેના સાથે 20 લાખ લોકો જોડાયેલા છે. અલ્પેશ ઠાકોરના પ્રતાપે જ ભાજપના કદાવર નેતા શંકર ચૌધરીને વિધાનસભા છોડવી પડી છે.હાલમાં બિહારમાં શક્તિસિંહ અને અલ્પેશ ઠાકોરનું બિહારના રાજકારણમાં કદ ઊંચું છે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા પરપ્રાંતિય પર હુમલાઓના નામે બિહારના રાજકારણમાં પણ આ બાબતે ખાસી ચર્ચા જગાવી છે. હવે અલ્પેશ ઠાકોર માટે બિહારના રાજકારણમાં મોકો મુશ્કેલ બનશે. જે નેતા ગુજરાતમાં બિહારીઓ પર હુમલા કરાવે છે તે બિહારમાં મત માગવા આવી રહ્યો છે.  તેવા આક્ષેપો સાથે બિહારમાં અલ્પેશ ઠાકોરને જતો અટકાવવામાં પણ ભાજપ આગામી દિવસોમાં સફળ રહેશે. શકિતસિંહ માટે પણ આ મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ છે. કોંગ્રેસ ગુજરાતમાં હુમલાઓ કરાવી રહી હોવાનું રાજકારણ શરૂ થયું છે. આમ બિહારમાં અલ્પેશ ઠાકોરનો ઉપયોગ કરવા માટે કોંગ્રેસે ઘડેલી રણનીતિ ભાજપે એક ઝાટકે ઉંધી કરી દીધી છે. જેડીયું બિહારીઓ પર ગુજરાતમાં કોંગ્રેસ હુમલા કરાવી રહી હોવાનું જણાવી સક્રિય થઈ રહી છે. આમ રાહુલ ગાંધીનો અલ્પેશ ઠાકોર માટેનો પ્લાન હાલમાં પોસ્ટપોન્ડ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે અને આ ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોરનું કદ વધ્યું છે. એટલે આગામી લોકસભામાં ઉત્તર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતવા માટે ઠાકોર સેનામાં તડા પડાવી એક મોટા વર્ગને ભાજપ તરફ ખેંચી લાવવા ઘણા સમયથી પ્રયાસો  થઈ રહ્યાં છે. હવે દોડવું હતું અને ઢાળ મળ્યો અને બગાસું ખાતાં પતાસું મળ્યું તેવી સ્થિતિ સામેથી ઉભી થઈ છે. રૂપાણી સરકાર નસીબ વાળી છે. સાબરકાંઠાના ઢુંઢરમાં એક બાળકી સાથે દુષ્કર્મ બાદ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ઠાકોર સેનાએ મચાવેલા ઉત્પાત બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. હવે ભાજપને બદલે પોલીસ સક્રિય ભૂમિકામાં આવી છે. રાજ્યમાં 7 દિવસમાં પરપ્રાંતિય સમાજ પર 50 હુમલાઓ થયા છે. આ ગંભીર ઘટનાઓમાં સરકારે 42 ફરિયાદો કરી 345 લોકોની ધરપકડ કરી છે. સૌ જાણે છે કે, આ ફરિયાદમાં મોટાભાગના આરોપી ઠાકોર સમાજના અગ્રણીઓ છે.