ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (12:39 IST)

સુરતમાં 11મી ફેબ્રુઆરી સુધીમાં રેગ્યુલર કોર્ટ શરૂ કરવા વકીલોની માગ, હાઇકોર્ટ ચીફ જસ્ટીસને રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી

કોરોના કાળમાં કોર્ટમાં રૂબરૂ હિયરિંગ બંધ છે. 313 દિવસ થઈ ગયો હોવા છતાં હિયરિંગ ચાલુ ન થયું હોય હવે વકીલો પણ અકળાયા છે. સુરતના બાર એસોસિએશને હાઇકોર્ટ ચીફ જસ્ટીસને કોર્ટ જલદી શરૂ કરવા માટેની રજૂઆત કરી છે. જેમાં એમ પણ જણાવ્યું છે કે જો 11મી ફેબ્રુઆરી સુધી કોર્ટ શરૂ થવાની જાહેરાત નહીં કરવામાં આવે તો વકીલો કોર્ટમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.રજૂઆત એ હતી કે તાત્કાલિક ધોરણે મુખ્ય શહેરોની સિટી, ગ્રામ્ય કોર્ટ શરૂ કરવામાં જે 24મી માર્ચથી બંધ છે. આ અંગે વધુ માહિતી આપતા સુરત ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે કહ્યું કે, અગાઉ કોરોનાની સ્થિતિ હતી ત્યારે નિર્ણય વ્યવહારુ હતો, પરંતુ હવે જ્યારે કોરોના કંટ્રોલ છે ત્યારે ફિઝિકલી કોર્ટ શરૂ કરી દેવી જોઇએ. સ્કૂલ, સિનેમા, જીમ અને સ્વિમિંગ પુલ પણ શરૂ થઈ ગયા છે. ત્યારે કોર્ટ શરૂ કરી દેવી જોઇએ.સરકારે સ્કૂલ, સિનેમા ઘર, સહિતનું બધુ જ શરૂ કરવાની જાહેરાત કરી છે પરંતુ હજી સુધી ન્યાયાલય બાબતે કોઈ જાહેરાત કરી નથી. વકીલોની આર્થિક સ્થિતિ કથળતી થઈ રહી છે. ત્યારે ચીફ જસ્ટીસ વિક્રમ નાથને રજૂઆત કરવામાં આવી હતી.