શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 મે 2022 (10:43 IST)

PSI પરીક્ષા આપનારા 120 ઉમેદવારની હાઇકોર્ટમાં રજૂઆત, મેરિટમાં દરેક કેટેગરી ન સમાવાયાની દલીલ

police bharati
પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પ્રિલિમનરી પરીક્ષામાં યોગ્ય રીતે મેરિટમાં ઉમેદવારોને સમાવ્યા ન હોવાની 120 ઉમેદવારે હાઇકોર્ટમાં અરજી કરી છે. મેરિટમાં એસ.ટી, એસ.સી, ઓબીસી એમ ત્રણ કેટેગરીને આવરી લઇને 3 ગણા ઉમેદવારોની યાદી બહાર પાડવા દાદ માગવામાં આવી છે.માર્ચ મહિનામાં પીએસઆઇની ભરતી માટે પ્રિલિમનરી પરીક્ષા યોજાઇ હતી. જેનું પરિણામ એપ્રિલના છેલ્લા સપ્તાહમાં આવ્યુ હતુ. પરિણામમાં તમામ કેટેગરીને મળીને 3 ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવ્યા હતા પરતું કુલ જગ્યાની સામે 4311 ઉમેદવારોને જ મેઇન પરીક્ષા માટે લાયક ઠેરવ્યા હતા. પીએસઆઇની પ્રિલિમનરી પરીક્ષાનું પરિણામ ગયા સપ્તાહે જાહેર કરાયુ હતુ તેમા જીપીએસસીના નિયમ મુજબ દરેક કેટેગરીને સમાવિષ્ટ કરીને મેરિટમાં લેવાયા ન હોવાની રજૂઆત કરાઈ છે.જીપીએસસી મુજબ એસ.ટી, એસસી અને ઓબીસી વર્ગને મળીને કુલ જગ્યાના 3 ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ. પરતું ભરતી બોર્ડે જીપીએસસી મુજબ ભરતી કરી નથી. જેના લીધે તમામ કેટેગરીના ઉમેદવારોને સમાવ્યા નથી. હજુ પણ વધુ ઉમેદવારોની ભરતી મેરિટ મુજબ કરવા જોઇએ. મેરિટ લિસ્ટ સુધારીને તમામ કેટેગરીના 3 ગણા ઉમેદવારો સમાવવાની દાદ માગી છે. અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.