શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 મે 2019 (12:25 IST)

સુરતમાં ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ

તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે લાગેલી આગમાં 20 બાળકના મોત માટે જવાબદાર ટયુશન કલાસના સંચાલકની શનિવારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.જયારે બે બિલ્ડર ફરાર હોવાથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે.આ બિલ્ડીંગમાં ફાયર સેફટીના કોઇ સાધન નહોતા અને ગેરકાયદે બાંધકામ તાણી દેવામાં આવ્યું હતું. 20 બાળકોના મોત બાદ પોલીસ હવે દોડતી થઇ છે.

તક્ષશિલા  આર્કેડમાં ટેરેસ ઉપર ગેરકાયદે બાંધકામ કરીને નાટા ડ્રોઇંગ કલાસના સંચાલક 26 વર્ષના ભાર્ગવ બુટાણીની ક્રાઇમ બ્રાન્ચે ઇ.પી. કો કલમ 304, 308 અને 114 મુજબ ધરપકડ કરી છે.ભાર્ગવ 3, બાલકૃષ્ણ રો હાઉસ, મોટાવરાછા ખાતે રહે છે.જયારે તક્ષશિલા આર્કેડના બિલ્ડર હરસુલ વેકરીયા અને જીગ્નેશ પાગડાળ ઘટના પછી ફરાર થઇ ગયા છે. પોલીસ બનેંને શોધી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ 20 બાળકોના મોત થયા હોવાનું કહ્યું છે અને સેફટી સર્ટીફેકેટ વગર ચાલતી સંસ્થા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે એમ જણાવ્યું છે.