TAT પાસ ઉમેદવારો આનંદોઃ નવા શૈક્ષણિક વર્ષથી આ સ્કૂલોમાં ભરતી કરવા આદેશ થયો
- TATની પરીક્ષા પાસ કરીને બેઠેલા ઉમેદવારો માટે હવે આનંદના સમાચાર
- જ્ઞાન શક્તિ ડે-સ્કૂલ શરૂ થવાની છે
- નવી સ્કૂલોમાં કામ કરવાની તક મળશે
નવા શૈક્ષણિક વર્ષથી જ્ઞાન શક્તિ રેસિડિયન્સિલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ અને જ્ઞાન શક્તિ ડે-સ્કૂલ શરૂ થવાની છે
વર્ષોથી TAT પાસ કરીને બેઠેલા ઉમેદવારોને હવે નવી સ્કૂલોમાં કામ કરવાની તક મળશે
ગાંધીનગરઃ ગુજરાતમાં TATની પરીક્ષા પાસ કરીને બેઠેલા ઉમેદવારો માટે હવે આનંદના સમાચાર છે. રાજ્યમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી જ્ઞાન શક્તિ રેસિડિયન્સિલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ અને જ્ઞાન શક્તિ ડે-સ્કૂલ શરૂ થવાની છે. આ સ્કૂલોમાં TAT પાસ હોય તેવા જ શિક્ષકોને લેવા આદેશ કરવામાં આવ્યો છે. વર્ષોથી TAT પાસ કરીને બેઠેલા ઉમેદવારોને હવે નવી સ્કૂલોમાં કામ કરવાની તક મળશે.
સ્કૂલોમાં સંચાલકો દ્વારા ભરતી કરવામાં આવશે
સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત 2023-24થી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ સ્કૂલ અને જ્ઞાનસેતુ ડે-સ્કૂલ શરૂ થવાની છે. આ સ્કૂલો ખાસ યોજના હેઠળ શરૂ કરવામાં આવશે, જેમાં શિક્ષણ દ્વિભાષી માધ્યમમાં આપવામાં આવશે. આ સ્કૂલોમાં સંચાલકો દ્વારા ભરતી કરવામાં આવશે પરંતુ, TATની પરીક્ષા પાસ કરી હશે તેવા જ શિક્ષકોને લાયક ગણવામાં આવશે. TAT પાસ કરેલ ઉમેદવારો છેલ્લા કેટલાય સમયથી નોકરી વિના હતા, તે તમામ TAT પાસ ઉમેદવારોને હવે સ્કૂલમાં નોકરી કરવાની તક મળશે.