1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 જાન્યુઆરી 2024 (11:35 IST)

વલસાડમાં મોટી દીકરીના લગ્નની જાન આવે એની આગલી રાત્રે જ પિતાએ નાના જમાઈની હત્યા કરી

valsad crime news
valsad crime news
-પિતાએ પોતાની જ દીકરીને વિધવા કરી
-પત્ની અને સાસુ સાથે કોઈ કારણસર મારામારી-આત્મહત્યા ગણાવનાર સસરા વિનોદની પૂછપરછ

Valsad news- વલસાડ જિલ્લામાં સસરાના હાથે જમાઈની હત્યાનો બનાવ બનતાં ચકચાર મચી છે. મોટી પુત્રીની જાન આવવાની હતી એની આગલી રાત્રે જ સસરાએ નાના જમાઈની હત્યા નીપજાવી હતી અને હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીએમ રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ થતાં સસરાએ જ હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી.

મૃતક જમાઈએ તેની પત્ની અને સાસુ સાથે કોઈ કારણસર મારામારી કરી હોવાના કારણે ગુસ્સે ભરાયેલા સસરાએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોયમા ગામે રહેતા વિનોદભાઈ ગુલાબભાઈ પટેલ અને તેમનાં પરિવારજનો 28મી તારીખે તેમના જમાઈને કપરાડા CHC ખાતે લઈ ગયા હતા. જ્યાં વિનોદભાઈ દ્વારા તેમના જમાઈ દ્વારા પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાની જાહેરાત કરી હતી.

બનાવ આત્મહત્યાનો હોઈ, કપરાડા CHCના તબીબોએ પારડી પોલીસને ઘટનાથી વાકેફ કર્યા હતા, જેથી પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે ખસેડી હતી.રિતેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં તેનું મોત ગળેટૂંપો આપી નિપજાવવામાં આવ્યું હોવાનું તારણ સામે આવ્યું હતું. આ બાબતે પોલીસે કડક રીતે બનાવને આત્મહત્યા ગણાવનાર સસરા વિનોદની પૂછપરછ કરતાં તે પડી ભાંગ્યો હતો અને પોતે જ જમાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.