ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (18:47 IST)

મા કાર્ડ ધારકોને સરકારે આપી મોટી રાહત, હવે ગ્રીન કોરિડોર સિસ્ટમ દ્વારા 3 કલાકમાં જ મળી જશે સહાય

કોરોના મહામારીની ત્રીજી લહેરની સાવચેતી રૂપે સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની મા કાર્ડ માટે ગ્રીન કોરિડોર સિસ્ટમ.  સરકારી હોસ્પિટલમાં સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી કરાશે આ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય મિત્રની નિમણૂંક કરાશે. મા કાર્ડની સહાય લાભાર્થીને 3 કલાકથી ઓછા સમયમાં મળશે. અત્યાર સુધી સહાય માટે 2 દિવસ લાગતા હતા. 
 
ગુજરાત સરકારની આ યોજનાનો અનેક ગરીબ પરિવારો લાભ લઈ રહ્યા છે. સરકારની આ યોજનાને વધુ સરળ અને ગામડાના અંતિમ ગરીબ સુધી પહોંચે તે માટે મોટા પાયે આયોજન કરી રહી છે. જેમાં લાભાર્થીઓને પડતી તકલીફો પર સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. હવે લાભાર્થીને મળતી સહાયમાં પડતી મુશ્કેલીને ધ્યાને લેવાઈ છે. અત્યાર સુધી લાભાર્થીઓને સહાય માટે 2 દિવસ લાગતા હતા, જેથી હોસ્પિટલ તંત્ર અને માં કાર્ડ ધારકો રૂપિયા વગર રઝળી પડતાં હતા. પણ હવે સહાય ગણતરીના કલાકોમાં જ ચૂકવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માં કાર્ડની સહાય લાભાર્થીને 3 કલાકથી ઓછા સમયમાં મળશે. ગ્રીન કોરિડોર સિસ્ટમ ઊભી થશે2 દિવસમાં ચૂકવાતી સહાય 3 કલાકમાં જ ચૂકવી દેવા માટે સરકારે મોટા પાયે આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારની માં કાર્ડ માટે ગ્રીન કોરિડોર સિસ્ટમ ઊભી કરશે જેમાં સરકારી હોસ્પિટલમાં સિંગલ વિન્ડો સિસ્ટમ બનાવવામાં આવશે. જ્યાંથી લાભાર્થીઓ તરફ લાભ મેળવી શકશે. આ આયોજનને સુચારું રીતે જમીન પર ઉતારવા સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય મિત્રની નિમણુંક કરવામાં આવશે જે દરેક માં કાર્ડ ધારકોને રકમ વધુ ઝડપથી મળે તે માટે કામ કરશે