બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 એપ્રિલ 2023 (15:06 IST)

આરોગ્ય મંત્રીએ કહ્યું કોરોનાનો ખતરો ટળ્યો નથી, કેસ વધતા ટેસ્ટિંગ પણ વધ્યું છે, કેન્દ્ર પાસે વેક્સિનની માગ કરી છે

Rushikesh Patel
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં વધતા જતા કોરોનાના કેસ અંગે નિવેદન આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ કાબુમાં છે, ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે જેમાં કોરોનાની સાથે સાથે નવા ફલૂ અંગે પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે લોકોએ કોરોનની સાથે રહેવાનું છે ડરવાનું નથી પણ સાવચેત રહેવું જરૂરી છે જો કે વેક્સિનનો જથ્થો ન હોવાથી કેન્દ્ર સરકાર પાસે વેક્સિનની માંગણી કરવામાં આવી છે જે આવતા દિવસોમાં જેમ જેમ મળશે તેમ તેમ વેક્સિનેશન પણ શરૂ કરવામાં આવશે.

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેની સાથે સાથે શરદી ઉધરસ તાવ અને ગળામાં બળવું જેવા લક્ષણો સાથે દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 338 કેસ નોંધાયા છે જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જેમાં રાજકોટમાં એક્ટિવ કેસની સંખ્યા 168 છે જેની સામે ગુજરાત રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2000ને પાર પહોંચી છે.

રાજ્યમાં વધતા જતા કોરોનના કેસને લઇ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસ જરૂર વધી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ કાબુમાં છે પૂરતી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ છે. ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે જેમાં કોરોનાની સાથે સાથે અન્ય ફ્લુનું પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોએ કોરોનથી ડરવાની જરૂર નથી તેની સાથે રહેતા શીખવાનું છે. જો કે સાથે સાથે લોકોએ સાવચેત રહેવું પણ જરૂરી છે જે લોકોને કોરોના લક્ષણ જણાય તો સાવચેતીના ભાગરૂપે વારંવાર હાથ ધોવા, સેનેટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરવો..