સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. ગાંધીનગર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (15:39 IST)

આરોગ્યમંત્રીના પત્ની પણ કોરોના પોઝીટીવ

mumbai corona
ગાંધીનગરમાં કોરોનાના નવા કેસમાં દિવસો દિવસ વધારો થવાનો ચાલુ છે. હવે આરોગ્ય મંત્રીના પત્નીનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રી પાંચ દિવસ પહેલા કોરોનામાં સપડાયા હતા આ સાથે ગાંધીનગર શહેર તથા જિલ્લામાં શનિવારે નવા 12  કેસ મળી આવ્યા હતા. 
 
ગાંધીનગરના મંત્રી નિવાસમાં રહેતા આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ ચાર દિવસ પહેલા કોરોનામાં પટકાયા હતા ત્યારે તેમને હોમ આઇસોલેશનમાં રાખીને ગાંધીનગર સિવિલના નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા સતત તેમનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન આરોગ્ય મંત્રીના 59  વર્ષિય પત્નીને પણ કોરોનાના લક્ષણો જણાતા ડોક્ટરોની સલાહ પ્રમાણે તેમણે પણ ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે જેથી તેમને પણ હોમ આઇસોલેશનમાં રાખીને સારવાર શરૃ કરી દેવામાં આવી છે. આ સાથે ગાંધીનગર શહેર તથા જિલ્લામાંથી નવા 11 કેસ સામે આવ્યા છે. કોર્પોરેશનના સરગાસણ વિસ્તારમાં રહેતી બે યુવતિ કે જેમને અમદાવાદની હિસ્ટ્રી છે તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત આઇઆઇટીમાં પણ કોરોનાનો વધુ એક કેસ મળી આવ્યો છે. તો ઇન્ફોસિટીમાં રહેતી અને પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલી યુવતી પણ સંક્રમિત થઇ છે. સેક્ટર-22માં વૃધ્ધા તથા સે-૧૨માં રહેતી યુવતી પણ ચેપગ્રસ્ત થઇ છે.  જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં પણ શનિવારે નવા પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં અડાલજમાં  86 વર્ષીય વૃધ્ધ તથા 48 વર્ષિય યુવાન એમ બે પોઝિટિવ કેસ છે.ઉપરાંત દશેલામાં રહેતા વૃધ્ધનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કલોલના બોરિસણામાં રહેતો યુવાન કોરોનામાં સપડાયો છે. જ્યારે માણસાના વેડાના વૃધ્ધ પણ કોરોનાગ્રસ્થ થયા છે. આ તમામને હોમ આઇસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે.