ગુરુવાર, 30 નવેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (15:28 IST)

ત્રીજી લહેર આવવાના એઁધાણ દેખાઈ રહ્યાં છે પણ સરકાર સજ્જ છેઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણવ્યું હતં કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે, કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે, મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં ICU બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.

રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણવ્યું હતં કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે, કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે, મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં ICU બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.સુરત શહેરમાં એક દિવસમાં કોરોનાના વધુ 20 કેસ નોંધાયા છે જ્યારે અડાજણમાં એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ આવતા આરોપી વિભાગ દોડતું થયું છે આ તરફ ભેસ્તાનની નગરપ્રાથમિક શાળામાં બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના સંક્રમિત બન્યા છે, તો બુડિયા ગામે પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે અને શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ દુબઈ અને રાજસ્થાનનો પ્રવાસ કરનાર બે વેપારીઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે. આમ શાળા વિદ્યાર્થીઓનો કોરોના કેસ પોઝિટિવ આવતા વાલીઓમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. તાજેતરમાં જ રાજકોટની સ્કૂલમાં કોરોનાના કેસો નોંધાયા છે. જેમાં શહેરની SNK સ્કૂલના 4 વિધાર્થીઓ અને એક શિક્ષક કોરોના પોઝિટિવ આવ્યાં છે. મહાત્મા ગાંધી સ્કૂલના 2 વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. તો રાજકોટ શહેરમાં વધુ 4 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે તાન્ઝાનિયાથી આવેલી યુવતી પણ કોરોના પોઝિટિવ આવતા આરોગ વિભાગ હરકતમાં આવ્યું છે. આથી શાળાઓમાં એક કોરોનાનાં કેસો વધતા વાલીઓમાં ચિંતાજનક માહોલ ઊભો થયો છે.