શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (10:52 IST)

લાઈટબીલ ના ભર્યુ તો રાત્રે 3 વાગે મકાન માલિકે દંપતિને કડકડતી ઠંડીમાં બહાર કાઢી કિંમતી સામાન લઈ લીધો

મહિલાઓની મદદ માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી મહિલા હેલ્પલાઈનની ટીમે અમદાવાદના ચાંગોદરમાં કડકડતી ઠંડીમાં મધરાતે બે વાગ્યે મકાનમાલિક દ્વાફ ઘરની બહાર કાઢી મુકાયેલા દંપતીની મદદે આવી હતી. ત્રણ મહિનાથી લાઈટબીલ ન ભર્યું હોવાથી મકાનમાલિકે ઘર ખાલી કરાવવા માટે ઘરમાં ઘુસી તમામ સામાન બહાર ફેંકી દીધો હતો અને કિંમતી વસ્તુઓ રાખી લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે મહિલા અને તેના પતિને સાંત્વના આપી કિંમતી વસ્તુઓ જેવા કે મોબાઈલ, આઇપેડ પરત અપાવ્યા હતા અને સામાન પણ પરત અપાવ્યો હતો.
 
અમદાવાદના ચાંગોદર પાસે આવેલી એક કંપનીમાં નોકરી કરતું દંપતી ચાંગોદર પાસે આવેલા એક ફ્લેટમાં ભાડે રહેતું હતું. શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે બે વાગ્યે ઘરના માલિક કેટલાક લોકો સાથે આવ્યા હતા. ત્રણ મહિનાથી લાઈટબીલ ભરવા મુદ્દે દંપતી સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. દંપતીનો સામાન ઘરની બહાર કાઢી ફેંકી દીધો હતો અને બંનેને બહાર કાઢી ઘર બંધ કરી જતાં રહ્યા હતા. ઘરમાલિકે ઘરની બહાર કાઢી મુક્તા પતિ-પત્ની રોડ પર ઠંડીમાં ઉભા રહ્યા હતા અને ધ્રુજી રહ્યા હતા. 
 
મહિલા અન્ય રાજયની અને પતિ વિદેશી હતો બંને એકલા નિરાધાર હતા ત્યારે મહિલા હેલ્પલાઈનને ફોન કરી મદદ માંગી હતી. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ આવી હતી. રાતે બે વાગ્યે મહિલા ઠંડીમાં ધ્રુજતા પહેલા માનવતાને લઈ હેલ્પલાઈનની ટીમે તેમને શાલ આપી અને સાંત્વના પાઠવી હતી. બાદમાં તેઓ ઘરમાલિકના ઘરે ગયા હતા. જ્યાં તેઓને આ રીતે ઘરમાંથી કાઢી મૂકી શકે નહીં અને વસ્તુઓ પડાવી શકે નહીં. મહિલા હેલ્પલાઈનની ટીમ આવતા જ ઘરમાલિકે પહેલા તો આ લોકો અહીંયા જોઈએ જ નહીં કહ્યું હતું બાદમાં કાયદાકીય સમજ આપતા દંપતીનો ઘરમાં રહેલો કિંમતી સામાન આપવા તૈયાર થયા હતા. 
 
પતિ - પત્નીના ત્રણ મોંઘા મોબાઈલ, બે લેપટોપ, પાસપોર્ટ, અન્ય ડોક્યુમેન્ટ અને વસ્તુઓ તેમજ દંપતીને સામાન લેવડાવી મદદ કરતાં વહેલી સવારે છ વાગી ગયા હતા. રાતે દંપતી જમ્યું ન હતું. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ તેમને સવારે ચા- નાસ્તો કરાવ્યો હતો. અમદાવાદમાં મહિલાની કોઈ મિત્ર રહેતી હતી ત્યાં જવું હતું ત્યારે અત્યારે દંપતી પાસે પૈસા ન હોવાથી મહિલા હેલ્પલાઈનના કર્મીઓએ બનતી મદદ કરી તેમની મિત્રના ઘરે મોકલી આપી દંપતીની મદદ કરી હતી.