શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2023 (13:35 IST)

રાજ્યમાં સિઝનનો કુલ 55.30 ટકા વરસાદ ખાબક્યો, સૌથી વધુ કચ્છ ઝોનમાં 122.37 ટકા

rain in sutrapada dhoraji
- ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 21.64 અને 24 કલાકમાં 4 તાલુકાઓમાં 10 ઇંચ વરસાદ નોંધાયો 
- હાલમાં રાજ્યમાં 44 ડેમ 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં
 
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 21.64 ઇંચ વરસાદ તથા ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં 19.24 ઇંચ, તાલાલા તાલુકામાં 11.96  ઇંચ તથા રાજકોટના ધોરાજી તાલુકામાં 11.08 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ કુલ રાજ્યના 4 તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 122.37 ટકા, સૌરાષ્ટ્રમાં 76.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.52 ટકા, દક્ષિણ ગુજરાતમાં 44.61 ટકા, પૂર્વ ગુજરાતમાં 43.53 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. 
 
156 જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ
આ ઉપરાંત ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં 218 મિ.મી.,  માંગરોળમાં 193 મિ.મી., જામકંડોરણામાં 176 મિ.મી., ઉપલેટામાં 119 મિ.મી., મેંદરડામાં 108 મિ.મી., માળીયાહાટીનામાં અને વાપીમાં 106 મિ.મી., સુરત શહેરમાં 104 મિ.મી.,પેટલાદમાં 100 મિ.મી. આમ કુલ 14 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે કેશોદ તાલુકામાં 88 મિ.મી., લુણાવાડામાં 87 મિ.મી., દસાડામાં 76 મિ.મી., વડાલીમાં 64 મિ.મી., ખેરગામમાં 62 મિ.મી.,  વિસાવદરમાં 60 મિ.મી. તથા માણાવદરમાં 58 મિ.મી. આમ કુલ 20 જિલ્લાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 156 જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
 
44 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો
વરસાદના ત્રીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 61.18, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 36.51, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 42.26, કચ્છના 20 ડેમમાં 63.61, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 63.85 અને સરદાર સરોવરમાં 64.40 ટકા પાણીનો જથ્થો છે. વરસાદના નવા નીર જળાશયોમાં આવવાથી રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની તકલીફો દૂર થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં 44 ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 17 ડેમમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 20 ડેમ એવા છે જે 70 ટકા પાણીનો જથ્થો ધરાવે છે તેને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 125 ડેમમાં 70 ટકા કરતાં ઓછું પાણી ઓવાથી તેને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. 
 
આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે.કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે 71.31 ટકા વાવેતર થયું છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.