સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 જાન્યુઆરી 2023 (12:16 IST)

રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાંથી મળશે રાહત, ઉત્તરાયણ બાદ માવઠાની આગાહી

રાજ્યમં છેલ્લા એક અઠવાડિયાથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ઠંડીથી થોડી રાહત મળશે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં  આગામી બે દિવસ સવાર-સાંજ બેવડી ઋતુ અનુભવ થશે. રાજ્યમાં સવારે ઠંડી અને બપોરે તડકો રહેતાં ગરમીનો અહેસાસ થાય રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠંડા પવનોમાં ઘટાડો થતા બેવડી ઋતુ અનુભવ જોવા મળશે. આજે અમદાવાદ સહિત 15 શહેરોમાં 30 ડિગ્રી તાપમાન થતા ઠંડીમાં રાહત મળશે. 
 
હવામાન વિભાગની આગામી મુજબ રાજ્યમાં દિવસમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછું થતા ઠંડીનું પ્રમાણ ઘટશે. જેને લઈ બે દિવસ તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે અમદાવાદ,ગાંધીનગરમાં દિવસનું તાપમાન 30.5 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. જ્યારે રાત્રિના સમયમાં તાપમાન વધવાની આગાહી કરી છે. જેમા રાત્રી દરમ્યાન એક બે ડિગ્રી તાપમાન વધવાની તેમજ બપોરે ગરમી અસર વર્તાશે તેવી આગાહી કરવામાં આવી છે. 
 
જાન્યુઆરી તા.16 થી 21માં હવામાનમાં પલટો આવતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. રાજ્યના કોઈ કોઈ ભાગોમાં કમોસમી વરસાદની પણ સંભાવના રહી શકે. 22. 23, 24 જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટો આવી શકે. વાદળ-વાયુ, ઠંડીનો ચમકારો રહે. જાન્યુઆરી તા.23 થી 27માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતાઓ રહેશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે કાતિલ ઠંડીને પગલે કાનપુરમાં છેલ્લા એક સપ્તાહમાં 98 વ્યક્તિના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં પણ છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઠંડી વધતાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જાન્યુઆરીના 6 દિવસમાં હૃદયરોગની સમસ્યાના 1 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ ઉપરાંત ઠંડીને કારણે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં પણ વધારો થયો છે.