ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 જાન્યુઆરી 2022 (13:48 IST)

વિદ્યાર્થીએ 200-200 ની નોટ ઉત્તરવહીમાં મુકીને લખ્યું 'મને આનાથી વધુ કંઇ આવડતું નથી'

વીર નર્મદ યુનિવર્સિટીના બેચલર ઓફ કોમર્સના છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીએ એડવાન્સ એકાઉન્ટિંગ અને ઓડીટીંગ બંને વિષયની પરીક્ષામાં પાસ થવા માટે  ઉત્તરવહીના પાનામાં 200-200ની નોટો મુકીને લખ્યું હતું કે હું આનાથી વધુ કંઈ જાણતો નથી.
 
આ ઘટના હતી વર્ષ 2020 ના નવેમ્બર અને ડિસેમ્બરમાં B.Com ના 6ઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા પેન અને પેપર મોડમાં લેવામાં આવી હતી. જેમાં એડવાન્સ એકાઉન્ટીંગ અને ઓડીટીંગના 2 વિષયના બે પેપરના બંને પેપરના એક વિદ્યાર્થીએ પેજ નં. 9 અને 10ની ફોલ્ડ કરવામાં આવ્યું અને તેની સાથે 200 રૂપિયાની નોટ લગાવવામાં આવી હતી. આગળના પાનાનં નં. 11 પર લખ્યું, "મને આનાથી વધુ કંઇ આવડતં નથી, કૃપયા પેજ ખોલો, થેક્યૂં.
 
બંને ઉત્તરવહીઓ ચકાસણી માટે યુનિવર્સિટીમાં આવી હતી. ઉત્તરવહી તપાસનાર પ્રોફેસરે આ બાબતની જાણ કરીને યુનિવર્સિટીને મોકલી આપી હતી. જેને લઇને યુનિવર્સિટીએ વિદ્યાર્થીને બોલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક જ વિષયની બંને પરીક્ષામાં 54 વિદ્યાર્થીઓ કાપલી સાથે ઝડપાયા હતા.
 
યુનિવર્સિટીએ વિદ્યાર્થીને બોલાવીને પૂછપરછ કરી. જેમાં વિદ્યાર્થીએ યુનિવર્સિટીને જણાવ્યું હતું કે જો તે એડવાન્સ એકાઉન્ટીંગમાં પાસ થશે તો તે ઓડીટીંગમાં નાપાસ થશે અને જો તે ઓડીટીંગમાં પાસ થશે તો એડવાન્સ એકાઉન્ટીંગમાં નાપાસ થશે. તેથી મેં પાસ થવા માટે આ કર્યું, હું ખાતરી આપું છું કે આવી ભૂલ ફરીથી ન થાય. સૂત્રોના હવાલાથી આ સમગ્ર બાબત સામે આવી છે.
 
યુનિવર્સિટીએ વિદ્યાર્થીની રજૂઆત સાંભળી અને પછી નિયમ મુજબ એડવાન્સ એકાઉન્ટિંગ અને ઓડિટીંગ બંનેમાં વિદ્યાર્થીને શૂન્ય માર્કસ આપ્યા હતા. સાથે રૂ. 500 નો દંડ પણ ફટકાર્યો હતો. આ સાથે 200-200ની નોટો પરત કરવામાં આવી હતી.
 
યુજી અને પીજીના વિવિધ કોર્સ માટે મોક ટેસ્ટ 12 જાન્યુઆરીથી શરૂ થશે. કોરોનાની પરિસ્થિતિને જોતા યુનિવર્સિટીએ એક એવી સુવિધા બનાવી છે જ્યાં ઘરે બેસીને મોક ટેસ્ટ આપી શકાય છે. યુનિવર્સિટીએ કડક નિર્દેશ આપ્યો છે કે જો મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓની અનિયમિતતાના વધુ કેસો જોવા મળે તો 27 જાન્યુઆરીથી શરૂ થતી મુખ્ય જાહેર ઓનલાઈન પરીક્ષા કોલેજ કે વિભાગમાં આપવાની રહેશે.