શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 9 જાન્યુઆરી 2022 (20:11 IST)

PM મોદીએ કોરોના સંકટને લઈને અધિકારીઓ સાથે કરી બેઠક , વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા પર કર્યો વિચાર

કોરોનાના વધતા મામલાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)વીડિયો કૉન્ફ્રેંસના માધ્યમથી આજે  COVID-19 સ્થિતિની સમીક્ષા કરી. દેશમાં કોરોના સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યા છે. બધા રાજ્યોમાંથી કોવિડ-19 (Covid-19)ના રેકોર્ડ તોડ નવા કેસ સામે આવી રહ્યા છે. આવામાં સરકાર દ્વારા સતત સંક્રમણના વધતા મામલા પર રોક લગાવવા માટે બધી રીતે સાવધાનીના ઉપાય કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આજે દેશભરમાંથી 1.59 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 5.90 લાખને વટાવી ગઈ છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક યોજી છે.

 
ઉલ્લેખની છે  કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે ભારતના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અત્યાર સુધીમાં કોરોના વાયરસ ઓમિક્રોનના નવા પ્રકારના 3,623 કેસ નોંધાયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રકારથી સંક્રમિત 1,409 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 1009 કેસ છે. જ્યારે દિલ્હીમાં 513 કેસ છે.

આ પહેલાં વડાપ્રધાન મોદીએ 22 ડિસેમ્બર અને 26 નવેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બંને જ મીટિંગમાં PMએ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર જોર આપ્યું હતું. તેઓએ દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈને પણ નિર્દેશ આપ્યા હતા.