સોશિયલ મીડિયા પર 79 નકલી આઇડી બનાવીને આ રીતે યુવતિઓને દગો આપતો હતો યુવક
અવાર નવાર સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવીને યુવતિઓને ફ્સાવવાનો સિલસિલો હજુ પણ શરૂ છે. અવાર નવાર અનેક નિર્દોષ યુવતિઓ આવી માયાજાળમાં ફસાઇ છે. એક એવો મામલો ફરીથી સામે આવ્યો છે, જ્યાં વડોદરાના એક યુવકે 79 નકલી આઇડી બનાવીને યુવતિઓને દગો આપવાની જાણકારી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયા વેબસાઇટ ઇંસ્ટાગ્રામ પર નકલી આઇડી બનાવીને યુવતિઓને અશ્લીલ મેસેજ મોકલી તેમને પરેશાન કરનાર વડોદરાના માંજલપુરાના 29 વર્ષીય યતિન દિયોરાનો સાઇબર ક્રાઇમએ કસ્ટડીમાં લીધો હતો. તપાસમાં સામે આવ્યું કે આ મનોવિકૃત યુવકે અત્યાર સુધી 79 નકલી આઇડી બનાવી હતી. આ તમામ આઇડી મહિલાઓના નામે હતી. જેના પર તે તેમની બહેનપણી અને પરિચિત યુવતિઓને અશ્લીલ મેસેજ કરતો હતો.
ગત 8 માર્ચના રોજ સરથાણા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીની ફરિયાદના અનુસાર તેની પત્નીના નામ પર ગત ઓગસ્ટ મહિનામાં એક ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નકલી આઇડી બનાવવામાં આવ્યું હતું અને તેના પરથી તેની પત્નીની બહેનપણીને અશ્લીલ મેસેજ કરવામાં આવ્યા હતા. જ્યારે તેની બહેનપણીને તેના વિશે શંકા ગઇ હતી, ત્યારબાદ સાઇબર ક્રાઇમ પોલીસના ઇંસ્ટપેક્ટર તરૂણ ચૌધરીએ ખાનગી કંપનીમાં કામ કરનાર 29 વર્ષીય યતિન દિયોરાને કસ્ટડીમાં લીધો હતો.
પોલીસની પૂછપરછમાં જે સામે આવ્યું તે વધુ ચોંકાવનારું હતું. પોલીસ પૂછપરછમાં યતિને પોતાની 79 જેટલી નકલી આઇડી બનાવી હતી. ત્યારબાદ તે યુવતિઓને અશ્લીલ મેસેજ કરતો હતો. શરૂઆતમાં સારી વાત કર્યા બાદ તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યો હતો. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.