શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 માર્ચ 2021 (13:16 IST)

વડાપ્રધાનનાં આગમનને પગલે ગાંધીનગર હીરાબાનાં ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે પીએમ  આજે શુક્રવારે તેઓ તેમના માતા હિરાબાને મળવા આવે તેવી શકયતા હોવાથી  આજે  સવારે થી જ ગાંધીનગરના રાયસણ ખાતે આવેલ વૃંદાવન બંગલો સહિતના  સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
 
વડાપ્રધાન આજે સાબરમતી આશ્રમ ખાતે દાંડી યાત્રામાં ભાગ લેવા આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદનો કાર્યક્રમ પતાવીને વડાપ્રધાન મોદી ગાંધીનગર તેમના માતા હીરાબાને મળવા આવે તેવી શકયતા દર્શાઈ રહી છે. તાજેતરમાં જ તેમનાં માતાએ કોરોનાની રસી લીધી હતી. જે અન્વયે વડાપ્રધાને ટ્વિટ કરીને જાણકારી આપી પણ હતી. 
 
 
મહત્વનું છે કે પીએમ મોદીના માતા હીરા બા તેમના ભાઇ પંકજ મોદી સાથે  ગાંધીનગરના રાયસણમાં આવેલ વૃંદાવન બંગલોમાં રહે છે જ્યાં આજે વહેલી સવારથી જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે . સુરક્ષા અધિકારીઓ બંગલોની આસપાસ સઘન ચેકિંગ કરી રહ્યા છે. ગાંધીનગર સ્થાનિક પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ ટીમ ધ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત આ વિસ્તારના વેપારીઓને પણ કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.