રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2019 (14:24 IST)

મહેસાણામાં Tiktok વીડિયો બનાવનાર મહિલા પોલીસ કર્મચારીને ફરજ મુક્ત કરાયા

વીડિયો ડબિંગ મોબાઇલ એપ્લીકેશન ટીકટોકનો મહિલા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરી રહેલી આ મહિલા પોલીસ કર્મી મહેસાણાની હોવાની ચર્ચા છે. વાયરલ વીડિયોમાં મહિલા પોલીસ કર્મી પોલીસ સ્ટેશનમાં ખૂબ સારો ડાન્સ કરે છે, જોકે, આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની પુષ્ટી નથી થઈ પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો મહેસાણાના નામે વાયરલ થયો છે. આ અંગે ઉચ્ચે પોલીસ અધિકારીઓએ મહિલા એલઆરડીને ફરજ મૂક્ત કરાયા હતા. અલ્પિતા ચૌધરી નામની મહિલા પોલીસ લાંઘણજ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. દરમિયાન વીડિયોની જાણ થતા મહેસાણાના dysp મંજીતા વણઝારાએ નિવેદન આપ્યું છે કે આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે જોકે, વણઝારાએ એમ પણ જણાવ્યું હતું કે વીડિયો ગમે ત્યાંનો હોય પરંતુ પોલીસને નોકરીમાં શિસ્ત જરૂરી છે. ટીકટોકમાં મહિલા પોલીસકર્મીના બે વીડિયો વાયરલ થયા છે.ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં પાછલ પોલીસ લોકઅપ દેખાતું હોવાથી તે પોલીસ સ્ટેશનનો હોવાની પુષ્ટી થઈ શકે છે પરંતુ મહિલા પોલીસ કર્મી કોણ છે તેની માહિતી મળી શકી નથી. ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશન ટીકટોક ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ છે જે બેન કરી દેતા વિવાદમાં પણ સપડાઈ હતી.