શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 જુલાઈ 2022 (17:17 IST)

રાજકોટમાં આજે પોલીસ કમિશનર કચેરી ખાતે એક યુવકે ફિનાઈલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો

suocide
રાજકોટમાં આજે પોલીસ કમિશનર કચેરી ખાતે એક યુવકે ફિનાઈલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તરત તેને અટકાવ્યો હતો અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
 
તાલુકા પોલીસ ત્રાસ આપ્યાનો આક્ષેપ
આ અંગેની પ્રાથમિક વિગતો અનુસાર, પીયૂષ રાઠોડ નામના યુવકે પોલીસ કમિશનર કચેરી ખાતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન તેણે મીડિયાને જણાવ્યું હતું કે તેણે પ્રેમલગ્ન કર્યા છે અને તેની પત્ની પ્રેગ્નન્ટ છે. હાલ તાલુકા પોલીસ દ્વારા પતિ-પત્નીને વારંવાર બોલાવી ત્રાસ આપતી
હોવાની આક્ષેપ પણ યુવાને કર્યો હતો અને પોલીસે અનેકવાર માર પણ માર્યો હોવાનું પણ મીડિયાને જણાવ્યું હતું. આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
 
જિંદગી ટૂંકાવવાનું મન બનાવી લીધું
યુવકે પોલીસના ત્રાસથી જિંદગી ટૂંકાવવાનું મન બનાવી લીધું હોઈ, જેને પગલે તેણે પોલીસ કમિશનર કચેરી ખાતે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમયે સ્થળ પર હાજર પોલીસકર્મીઓની સમયસૂચકતાને કારણે તરત યુવકને ફિનાઇલ પીતા અટકાવવામાં આવ્યો હતો. હાલ યુવક સારવાર અર્થે છે. આ અંગે પોલીસ દ્વારા આપઘાતના પ્રયાસનું ચોક્કસ કારણ જાણવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.