સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ, , શનિવાર, 7 જુલાઈ 2018 (13:09 IST)

શું ટ્રાફિકનાં નિયમો માત્ર નગરજનો માટે જ હોય છે?, સરકારી વાહનચાલકોને કોઇ કાયદો નડતો નથી?

શહેરમાં વધતી જતી વસ્તી તથા વધતા જતાં વાહનોનું અને બીઆરટી એસને કારણે થયલ સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિક સમસ્યાનો કોઈ ઉકેલ આવતો  જ  નથી.  ટ્રાફિક  સમસ્યા અંકુશમાં  લેવા  ટ્રાફિક  પોલીસે  ક્રોસ રોડઝ  ઉપર  સીસીટીવી  કેમેરાઓ ગોઠવી ઈ-ચલણો ઈસ્યુ કરી દંડ વસુલ કરવાનું શરૂ કર્યુ અને તેની અસર પણ થઈ  હોવાનું  ટ્રાફિક  પોલીસના અધિકારીનું કહેવું છે. પરંતુ શશહેરમાં ચાલી  રહેલી  ચર્ચા  કે  શું  ઈ-ચલણો માત્ર  નગરજનો  માટે  જ  છે? બીઆરટીએસ  કે  લાલ  બસો  કે સરકારી  વાહનો  આમાં  અપવાદરૂપ છે કે શું?
અત્યાર  સુધી  લાખ્ખો  ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવ્યા છે. તેમાં એક પણ  ઈ-મેમો  ટ્રાફિક  નિયમના  ભંગ માટે લાલ બસના કે બીઆરટીએસના ડ્રાઈવર  કે  સરકારી  વાહન ચાલકોને થયો નથી.જેને કારણે લાલબસો તથા બીઆરટીએસના ડ્રાઈવરો ટ્રાફિક નિયમોની એૈસી કી તૈસી કરી અકસ્માતો પણ સર્જતા હોય છે. જેમાં કેટલાંક ગંભીર પ્રકારના હોય છે. ૧૮ માસમાં બીઆરટીએસ ડ્રાઈવરો  દ્વારા થયેલ  અકસ્માતમાં  ૧ર  લોકો  મૃત્યુ પામ્યા છે. અને વર્ષમાં ૧૦૦ જેટલા નાના-મોટા  અકસ્માતો  લાલ  બસો તથા બીઆરટીએસ દ્વારા થતાં હોવાનું કહેવાય છે. લાલ સિગ્નલ હોય તો પણ સિગ્નલ  જાયા  વગર  લાલ  બસ  કે બીઆરટીએસ બસના ઘણા ડ્રાઈવરો બસ દોડાવતા હોય છે.

આ સંદર્ભમાં  ડીસીપી  ટ્રાફિક સુધીર દેસાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ  હતુ  કે  આ  સંદર્ભે  ચોક્કસ તપાસ  કરાશે  કે  લાલ  બસો, બીઆરટીએસ  કે  સરકારી  વાહન ચાલકો, ટ્રાફિક નિયમનના ભંગ બદલ ઈ-મેમો ઈસ્યુ થતા નથી.

એએમટીએસ તથા બીઆરટીએસના સત્તાવાળાઓ પણ સ્વીકારે છે કે હજુ સુધી એક પણ ઈ- મેમો  મળ્યો  નથી. એએમટીએસના ડેપ્યુટી ટ્રાન્સ્પોર્ટ મેનેજર આર.એસ. પાંડેફએ જણાવ્યુ  હતુ કે ઈ-મેમોમાં તારીખ,    જગ્યા તથા સમય દર્શાવવામાં આવતો હોય છે અને ઈ- મેમો  પરથી  તે ડ્રાઈવર  પાસેથી દંડ વસુલ  કરવાની  પ્રથા  છે.  પરંતુ  હજુ સુધી  લાલ  બસના  કે  બીઆરટીએસ બસના  એક  પણ  ડ્રાઈવરને  ઈ-મેમો ઈસ્યુ  થયા  નથી.  એમ  પણ  નથી  કે બીઆરટીએસના  કે  લાલ  બસોના સત્તાવાળાઓ,  વાહનચાલકો  ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તેનાથી તેઓ અજાણ   છે?  લાલ   બસ   કે બીઆરટીએસના  સત્તાવાળાઓએ ટ્રાફિક  નિયમના  ભંગ  માટે  દંડ  પણ વસુલ  કર્યો  છે.  ર૦૧૭ની  સાલમાં એએમટીએસના ડ્રાઈવરો પાસેથી વધુ ઝડપે  ગાડી  દોડાવવા  બદલ  કુલ ૧૦૦૦  ડ્રાઈીવરો  પાસેથી  રૂ.ર.પ લાખનો દંડ પણ વસુલ કર્યો છે. જ્યારે બીઆરટીએસના  સત્તાવાળઓ ડ્રાઈવરથી  અકસ્માત  થાય,  જેમાં વ્યÂક્ત મૃત્યુ પામે તો દંડ વસુલ કરતા હોય  છે  તો  પછી  સીસીટીવીમાં  કેમ પકડાતા  નહીં  હોય?  કે  પછી  આંખ મીંચામણા  કરવામાં આવે છે? તે પ્રશ્ન આજે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.