ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (11:21 IST)

યાત્રીગણ ધ્યાન દે! ટ્રેનમાં મુસાફરી કરવાના છો, તો એકવાર આ સમાચાર વાંચી લો

ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકલોકીંગના કામને લીધે, 5 અને 6 જાન્યુઆરી 2021 ના રોજ ભુજથી દોડતી ટ્રેન નંબર 04312 ભુજ -બરેલી સ્પેશિયલ બદલાયેલ માર્ગ અલવર-મથુરા-પલવલ-ગાઝિયાબાદ થઇને દોડશે.
 
6 અને 7 જાન્યુઆરીની દિલ્હી-અમદાવાદ આશ્રમ સ્પેશિયલ વિલંબથી પ્રસ્થાન કરશે
ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકોલોકિંગ કામ થવાને કારણે 6 અને 7 જાન્યુઆરી 2021 ના રોજ દિલ્હીથી ચાલનારી ટ્રેન નંબર 02916 દિલ્હી - અમદાવાદ આશ્રમ સ્પેશિયલ નિર્ધારિત સમયથી 1 કલાક 40 મિનિટ વિલંબથી (17.00 કલાકે) પ્રસ્થાન કરશે. મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવાની વિનંતી છે.