મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 નવેમ્બર 2023 (11:00 IST)

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી,

rain
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા બેવડી ઋતુનો અનુભવ થશે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી છે. જામનગર, પોરબંદર, દ્વારકા, ગીરસોમનાથમાં વરસાદની આગાહી છે.વલસાડ, ડાંગ, નવસારીમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનનો પારો ગગડશે. તથા ગાંધીનગર 17.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ છે.

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી છે. હાલ હવે દિવાળીના તહેવારના દિવસો શરૂ થઈ ગયા છે. ખાસ કરીને માર્કેટમાં દિવાળીને લઈને ખરીદીની ધૂમ મચી ગઈ છે. લોકોથી માર્કેટ છલોછલ છે. પરંતુ આ દિવાળીએ કંઈક એવું પણ છે જે લોકોને હેરાન પરેશાન કરી શકે છે અને આ મુસીબત આપણી આસપાસમાંથી ક્યાંયથી નહીં પરંતુ આસમાનમાંથી વરસી શકે છે.આગામી 24 કલાકમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદની પૂરી શક્યતા છે.

ખાસ કરીને આવા ભાગોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને વલસાડ તેમજ ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે હાલ દિવાળીનો તહેવાર હોવાથી માર્કેટમાં વિવિધ ચીજોની ખરીદી નીકળી છે જેને લઈને વેપારીઓને સારી આવકની આશા છે. પરંતુ વરસાદ આ વેપારીઓ અને ખેડૂતોની ચિંતા વધારી શકે છે તેમજ સામાન્ય માણસની દિવાળીની મજા બગાડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.