ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2020 (14:42 IST)

વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો

દિવાળીપુરા ખાતે આવેલી વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. કોઈ અજાણ્યા શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં પત્ર લખીને કોર્ટેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ધમકીભર્યો પત્ર મળતાં જ ક્રાઈમબ્રાન્ચ, SOG સહિતનો પોલીસકાફલાને જાણ કરી દેવામાં આવી છે. વડોદરામાં 130 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી કોર્ટ એશિયાની સૌથી મોટી કોર્ટ છે. અને કોઈ અસામાજિક તત્વેએ પોલીસ કંટ્રોલ રૂમમાં પત્ર લખીને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. અજાણ્યા શખ્સે હિન્દી ભાષામાં આ ધમકીભર્યો પત્ર લખ્યો હતો. ધમકીભર્યો પત્ર મળતાં જ પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. ધમકીભર્યા પત્ર મામસે ગોત્રી પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને SOGને જાણ કરી દેવામાં આવી છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં કોર્ટ સંકુલની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. તો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અને વસ્તુ કોર્ટની અંદર ન જાઈ તે માટે પોલીસે તકેદારીનાં તમામ પગલાં લઈ લીધા છે. તો આ પત્ર કોઈ ટીખણખોર દ્વારા લખાયો છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ આ પત્રને ગંભીરતાથી લઈ તપાસ કરી રહી છે. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેનાં તમામ પ્રયાસો કરી રહી છે.