સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 માર્ચ 2021 (00:03 IST)

વડોદરાની વિજય વલ્લભ હોસ્પિટલમાં લાગી આગ, રેસ્ક્યુ કરીને 20 દર્દીઓને સલામત ખસેડ્યા

વડોદરાની એક હોસ્પિટલમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. વડોદરાના માંડવી વિસ્તરમા આવેલ વિજય વલ્લભ હોસ્પિટલમાં બુધવારે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી.   હોસ્પિટલમા દાખલ 20 દર્દીઓને તત્કાલ રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક રહેવાસીઓએ પોલીસની મદદથી રેસ્ક્યુ કરેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા છે. 
 
શહેરના માંડવી પાણીગેટ રોડ ઉપર આવેલ વિજય વલ્લભ હોસ્પિટલમાં આજે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલમાં આગ લાગતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. બીજી બાજુ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓ અને કર્મચારીઓને સલામત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલમાં ફસાયેલા 20 જેટલા દર્દીઓ અને કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢી લીધા હતા અને ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી.