મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 જૂન 2019 (14:11 IST)

વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના બંદરોને 40 કરોડનું નુકસાન થયું

ગત સપ્તાહે સૌરાષ્ટ્ર તટ પાસેથી પસાર થયા પછી કચ્છ જિલ્લામાંથી લો-પ્રેસર તરીકે પસાર થયેલા વેરી સિવીઅર વાયુ વાવાઝોડાના કારણે રાજયના પોર્ટસ અને પોર્ટલ પ્રવૃતિઓને રૂા.40 કરોડનું નુકશાન થયું છે. ગુજરાતમાં મેરીટાઈમ બોર્ડ સંચાલીત 3 બંદરો અને સ્વાન એનર્જી લીમીટેડના ખાનગી બંદરને નુકશાન થયું હતું. જાફરાબાદ ખાતે રૂા.4000 કરોડના ખર્ચે ફલોટીંગ સ્ટોરેજ અને રી-ગેલીફીકેશન યુનીટ બાંધી રહેલા સ્વાન એલએમજી પ્રાઈવેટ લીમીટેડના બ્રેકવોટર્સ 400 મીટર ધોવાઈ ગયા હતા. કવાન એલએનજીના 5 મિલિયન ટનલ પર એનમ (એમટીપીએમ) ટર્મિનલ પ્રોજેકટમાં જીએમબીનો 11% હિસ્સો છે.પ્રાથમિક અંદાજો મુજબ સ્વાન એલએનજીને પાંચ કરોડનું નુકશાન થયું છે. મ છતાં, નુકશાનીના આખરી અંદાજની વાટ જોવાઈ રહી છે. માંગરોળમાં રાજયના ફીશરીઝ વિભાગ સાથે ફીશીંગ હાર્બર પ્રોજેકટ વિકસાવી રહેલા જીએમબીના ઈન્ફ્રાસ્ટ્રકચરને રૂા.13.5 કરોડનું નુકશાન થયું છે. પોરબંદર અને માંગરોળ ખાતે 62 કરોડનું નુકશાન થયું છે. જીએમબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તોફાની મોજાના કારણે બ્રેકવોટર્સને મોટાભાગનું નુકશાન થયું છે. પોરબંદરમાં ઈન્ફ્રાસ્ટ્રકચરર્સ 18 કરોડનું નુકશાન થયું હતું. ઓખા બંદરે વોર્ફ અને ટાઈડ કેબીનને નુકશાન થતાં એક કરોડનો ફટકો પડયો છે.