વાઈબ્રન્ટ ગુજરાતમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ શું કમિટમેન્ટ આપ્યા
ગાંધીનગરમાં શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ અને રાષ્ટ્ર પ્રમુખો આવ્યાં છે. ત્યારે રાજ્યમાં રોજગારી અને રોકાણ માટે તેમણે વચનો આપ્યાં છે. રિલાયન્સના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ રોકાણની સાથે રોજગારની પણ ખાતરી આપી છે. બીજી તરફ ગ્લોબલ બિઝનેસ લીડર્સની વાત કરીએ તો લક્ષ્મી મિત્તલ અને સુઝુકીએ પણ પોતાના બિઝનેસ પ્લાન્ટ ક્યાં સુધીમાં સ્થાપિત થઈ જશે તેની જાણકારી આપી હતી.
ગુજરાત એકલું 3 ટ્રિલિયન ઈકોનોમી બનશે
મુકેશ અંબાણીએ સંબોધનમાં જ કહ્યું હતું કે, મને ગુજરાતી હોવાનું અભિમાન છે. મારા પિતા ધીરૂભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભુમિ રહેશે. હું આજે ફરી કહું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે.તેમણે કેટલાક વચનો પણ આપ્યાં હતાં. જેમાં રિલાયન્સ ગુજરાતના વિકાસમાં સતત રોલ ભજવશે. ગ્રીન ગ્રોથમાં પણ ગુજરાતને સપોર્ટ કરીશું.આ માટે રિલાયન્સના ગ્રીન બિલ્ડીંગ જામનગરમાં બનાવવાની શરૂઆત કરી છે. ગ્રીન પ્રોડક્ટ બનાવીશું. ગુજરાતમાં 5જી ઉપલબ્ધ છે. 5જીમાં એ.આઈ. ટેક્નોલોજી ગુજરાતના વિકાસમાં મદદ કરશે.ગજરાત એકલું 3 ટ્રિલિયન ઈકોનોમિ બનશે એવો મને વિશ્વાસ છે. મોદીનો સમય ભારતને સમૃદ્ધતા અને વિકાસ તરફ આગળ લઈ જશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, ગુજરાત એકલું 3 ટ્રિલિયન ઈકોનોમી બનશે એવો મને વિશ્વાસ છે. ગુજરાત 2047 સુધીમાં USD 3 ટ્રિલિયનનું અર્થતંત્ર હશે, ભારતને 2047 સુધીમાં 35 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનતા કોઈ શક્તિ રોકી શકશે નહીં.
ગૌતમ અદાણી બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે
ગૌતમ અદાણીએ રાજ્યમાં પાંચ વર્ષ માટે 5 વર્ષ માટે 2 લાખ કરોડનું રોકાણ અને 1 લાખ લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું છે. તેમણે 2025 સુધીમાં 55 હજાર કરોડનું રોકાણ કરવાનું કહ્યું હતું જેમાં લગભગ 50 હજાર કરોડનું રોકાણ તો થઈ ગયું છે. કચ્છના ખાવડામાં 30 ગીગા વોટની રિન્યુએબલ એનર્જી બને એ પ્રકારનો પ્લાન્ટ નાખીશું. ગ્રીન સપ્લાય ચેનમાં વધારો કરીશું જેમાં સોલાર પેનલ, વીન્ડ ટર્બાઈન, કોપર અને સમિનેટ્ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આગળના 5 વર્ષ માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને 1 લાખ લોકોને રોજગારી મળશે. ખાવડા પાસે 720 કિમીનો ગ્રીન એનર્જી પાર્ક બનશે જે અવકાશમાંથી પણ દેખાય છે.