ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2022 (15:15 IST)

વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાનું જેલભરો આંદોલન તેજ બન્યું

vipul chaudhary
વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ જેલભરો આંદોલન વધુ તેજ બનાવી દીધું છે. આજે શુક્રવારે ગાંધીનગર ખાતે અર્બુદા સેનાના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. ત્યાં સેકટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને વિપુલ ચૌધરીનું સમર્થન કરવા જઈ રહ્યા હતા. તેવામાં પોલીસ એક્શનમાં આવી ગઈ અને કઈ વિરોધ કરે એની પહેલા જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. નોંધનીય છે કે પાટણની સૂજનીપુર જેલમાં આ આંદોલનના કારણે ગઈકાલે 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

વિપુલ ચૌધરીના સમર્થનમાં સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે અર્બુદા સેનાના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. આ દરમિયાન તેઓ ધરણા અને વિરોધ પ્રદર્શન શરૂ કરે એની પહેલાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને તમામ લોકોની અટકાયત કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીના સમર્થનમાં અગાઉ અર્બુદા સેનાએ સરકારને ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર થઈ જજો એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.એકબાજુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. તેવામાં ચૌધરી સમાજના વિરોધ પ્રદર્શનને જોતા સરકાર સામે પણ મોટો પડકાર સામે આવ્યો હોય એમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્બુદા સેનાના પ્રદેશ પ્રવક્તા હરજીત ચૌધરીએ કહ્યું હતું કે સરકાર જો આ તમામ વિરોધ પછી પણ અમારી વાત નહીં માને તો ચૂંટણીમાં ચૌધરી સમાજની તાકાત અમે બતાવીશું.