Rain Updates- હવામાન વિભાગે ચોમાસાને લઇ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે ચોમાસાની વિદાયને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હવે ચોમાસુ અંતિમ તબક્કામાં છે. જેમા 6 ઓક્ટોબરથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે.
રાજ્યમાંથી શાહીન વાવાઝોડાનું અસર ઘટી ગયો છે ત્યારે હવામાન વિભાગે સુરતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે..
ગુજરાતમાં હવે ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમા ચોમાસું હવે અંતિમ ચરણમાં છે તેવું હવામાન વિભાગે કહ્યુ છે. સાથેજ હવામાન
વિભાગના કહેવા પ્રમાણે 6 ઓક્ટોબરથી ચોમાસું હવે વિધિવત રીતે વિદાય લેશે. ચોમાસાની વિદાય અંગે હવામાન વિભાગ દ્વારા આ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે