રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ઑગસ્ટ 2023 (08:37 IST)

Weather Update Gujarat- હજુ 2 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  21, 22 ઓગસ્ટે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

ફરીથી ગુજરાતમાં વાતાવરણ પલટાય તેવી તેમજ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાવા લાગી છે. બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે
 
જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતનાં છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે.