સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (08:09 IST)

શરદ પૂનમના દિવસે રાજકોટમાં સર્જાશે વર્લ્ડ રેકોર્ડ,

event of garba
Rajkot garba World Record - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માડી ગરબા પર આ વિશ્વ રેકોર્ડ બનવા જઇ રહ્યો છે. માહિતી પ્રમાણે PM મોદીના ગરબા પર શરદ પૂનમે 1 લાખ ખેલૈયાઓ ગરબા રમશે.

જેને લઈ હવે 20થી વધુ સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે અહીં 500થી વધુ સ્વયંસેવકો અને  10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે. આ સાથે ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલ ગરબો ગીત આધારિત મ્યુઝિક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ તરફ હવે રાજકોટમાં PM નરેન્દ્ર મોદી લેખિત 'માડી' ગરબા પર વિશ્વ રેકોર્ડ બનશે. વિગતો મુજબ આગામી 28 તારીખે શરદ પૂનમના દિવસે આ વિશ્વ રેકોર્ડ સર્જાનાર છે. જેમાં ખાસ કરીને 1 લાખથી વધુ ખેલૈયાઓ 'માડી' ગરબા પર રમી વિશ્વ રેકોર્ડ કરશે.