અમદાવાદમાં વિશ્ર્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડીયમનું નિર્માણ પૂર્ણતાને આરે
વિશ્ર્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડીયમ અમદાવાદમાં નિર્માણ પામી રહ્યું છે અને તે પૂર્ણતાને આરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદઘાટન માટે તેડાવવાના પ્રયત્નો છે. અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડીયમની ક્ષમતા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડીયમ કરતા પણ વધુ છે. સ્ટેડીયમના નિર્માણ માટે સેંકડો ઈજનેરો-કારીગરોએ રાત દિવસ કામ કર્યુ હતું. હવે તે પૂર્ણતાના આરે છે. બે-ત્રણ મહીનામાં ઉદઘાટન કરવાની ગણતરી છે અને તે કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
આ સ્ટેડીયમમાં તમામ પ્રકારની સુવિધા રાખવામાં આવી છે. ખેલાડીઓ માટે રૂમ, કલબહાઉસ જેવી સુવિવધા સંકુલમાં જ ઉભી કરવામાં આવી છે. તેનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયુ છે. સ્ટેડીયમનું 90 ટકા નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયુ છે. હવે ખુરશીઓ ફીટ કરવામાં આવી રહી છે. મેદાનમાં વિકેટ-પીચ બનાવવાનું કામ ચાલુ છે. નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે કહ્યું કે અમીત શાહે આ પ્રોજેકટ પાછળ કોઈ કસર બાકી રાખી નથી. નવા સ્ટેડીયમના ઉદઘાટન માટે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે એવી શકે છે. ખુદ વડાપ્રધાન મોદીનો પણ ડ્રીમ પ્રોજેકટ છે. સ્ટેડીયમ પ્રોજેકટ વિચારવામાં આવ્યો ત્યારે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખપદે અમીત શાહ છે અને તેઓની દેખરેખ હેઠળ જ પ્રોજેકટ થયો છે જેમાં અંદાજીત 800 કરોડનો ખર્ચ થયો છે.