બુધવાર, 30 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 11 નવેમ્બર 2016 (14:54 IST)

નોટ બદલવા બેંક જઈ રહ્યા છો તો સાચવીને.. આવુ થયુ તો જશો સીધા જેલ

મોદી સરકારના 500 અને 1000ના નોટ બેન કરવાના નિર્ણયને કાળા નાણા રાખનારાઓ અને નકલી નોટ ચલાવનારાઓની ઉંઘ ઉડાવી દીધી છે. જો કે નકલી નોટ ચલાવનારા હાલ પણ સક્રિય છે અને ભીડનો ફાયદો ઉઠાવીને બેંકોને પણ નિશાન બનાવી રહ્યા છે. જેને જોતા ભારતીય સ્ટેટ બેંક (SBI)એ કહ્યુ છે કે જો કોઈ પાસે 8થી વધુ નકલી નોટ મળે છે તો બેંક એ વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં  FIR નોંધાવશે.  આવામાં પોલીસ એ વ્યક્તિને નકલી નોટના સોર્સ વિશે પૂછપરછ કરશે. 
 
જાણો શુ છે નવો નિયમ 
 
SBIની અધ્યક્ષ અરુધંતી ભટ્ટાચાર્ય મુજબ જો એટીએમમાંથી પૈસા કાઢવા પર એક ટ્રાંજેક્શનમાં પાંચ કે તેનાથી વધુ ખોટા નોટ નીકળી જાય તો આ ફક્ત બેંકની મુસીબત નથી. નવા નિયમો મુજબ હવે તમારે માટે પોલીસ પાસે એફઆઈઆર નોંધાવવી જરૂરી છે. જો તમે આવુ નથી કરતા તો બેંક તમને તેના બદલે વળતર નહી આપે અને તમે બીજા કાયદાકીય સંકજામાં ફસાય શકો છો. 
 
જાણો ATM માંથી નકલી નોટ મળે તો શુ કરશો ... 
 
ઉલ્લેખનીય છે કે જો એટીએમમાંથી પાંચ કે તેનાથી વધુ નકલી નોટ નીકળે તો પોલીસ અને બેંકને તેની માહિતી આપવી તમારી જવાબદારી છે. જો તમે આવુ નથી કરતા અને એ નોટોનુ માર્કેટ ચલાવવાની કોશિશમાં સામેલ સાબિત થયા તો તમારા પર પણ એ જ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે જેના હેઠળ નકલી નોટ ચલાવનારા પર કરવામાં આવે છે. 
 
તમે આ નકલી નોટ કોઈને આપવાની ભૂલ પણ ન કરશો કારણ કે નવા નિયમો મુજબ નકલી નોટ કોઈને આપવો અપરાધ છે ભલે આ નોટ તમને એટીએમમાંથી મળી હોય. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ગુપ્ત એજંસી આઈએસઆઈ ભારતમાં મોટા પાયા પર 500 અને 1000 રૂપિયાના નોટ સર્કુલેટ કરી રહી હતી. ભારતીય રિઝર્વ બેંક ભારતીય અર્થવ્યવસ્થામાં નકલી નોટનો પ્રવાહ વધવાને લઈને ચિંતા બતાવી ચુક્યા છે.