ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2019 (13:23 IST)

રસોડાને બેક્ટેરિયા ફ્રી બનાવશે આ 6 ટિપ્સ

જ્યારે પણ સફાઈની વાત આવે છે તો મહિલાઓ મોટે ભાગે ઘરના દરેક ખૂણાને સ્વચ્છ કરે છે પ રસોડામાં મોટેભાગે જમવાના દાગ રહી જાય છે. જેને મહિલાઓ હટાવવાની ઘણી કોશિશ કરે છે પણ અનેકવાર મસાલા, તેલના દાગ રહી જાય છે. એક રિસર્ચમાં પણ જોવા મળ્યુ છે કે રસોડામાં જ સૌથી વધુ બેક્ટેરિયા જોવા મળે છે. તેથી અહીની સફાઈ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.  આ દાગને ચપટીમાં હટાવાઅ માટે અમે આપને બતાવી રહ્યા છે કેટલાક સહેલા ટિપ્સ 
 
વિનેગર - ચિકાશ અને મસાલના દાગને હટાવવા માટે એક બોટલમાં 2 કપ વિનેગર અને 2 કપ પાણી મિક્સ કરી લો. હવે તેને દાગવાળા સ્થાન પર મુકી દો. ત્યારબાદ તેને માઈક્રો ફાઈબર વાળા કપડૅઅમાં સાફ કરી લો. બીજા કપડાની તુલનામાં માઈક્રો ફાઈબર કપડા જલ્દી ગંદકીને શોષી લે છે. અને તેનાથી ટાઈલ્સ પર ડાગ કે તિરાડ પણ પડતી નથી. 
 
બેકિંગ સોડા -  બેકિંગ સોડા અને પાણીને મિક્સ  કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવીને દાગવાળા સ્થાન પર 10થી 15 મિનિટ મુકી રકહો. ત્યારબાદ તેને જૂના કપડા કે જૂના ટૂથબ્રશથી સાફ કરી લો. 
 
બ્લીચ કે એમોનિયા - જો રસોડાની ટાઈલ્સ પર કીટાણુ દેખાય રહ્યા છે તો બ્લીચ અને પાણીને સમાન માત્રામાં મિક્સ કરીને કીટાણુવાળા થાન પર લગાવી દો. ત્યારબાદ ગરમ પાણી સાથે તેને સાફ કરો.  ધોયા પછી તેને કપડા સાથે સાફ કરી લો. યાદ રાખો કે બ્લીચનો ઉપયોગ કરતા પહેલા હાથમાં ગ્લબ્સ પહેરી લો નહી તો તમારો હાથ ખરાબ થઈ જશે. 
 
જમીનની સફાઈ - નોર્મલ ફ્લોર માટે પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને કપડાને સાફ કરી લો. બીજી બાજુ જો રસોડાનુ ફ્લોર લાકડીનુ બનેલુ છે તો એક વાસણમાં પાણી લઈને તેમા વિનેગર મિક્સ કરીને કપડાથે સાફ કરી લ ઓ. થોડા જ મિનિટમાં તમારુ ફ્લોર ચમકી જશે. 
 
સિંકની સફાઈ -  સિંક આખો દિવસ વાસણ ધોવાને કારણે ત્યા દાગ પડી જાય છે. જે કારણે તેમા અનેક પ્રકારના બેક્ટેરિયા થઈ જાય છે.  સિંકની સફાઈ કરવા માટે બૈકિંગ સોડા નાખીને 5 મિનિટ સુધી સાફ કરી લો. જો તેમા જીદ્દી દાગ છે તો ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો.  સોડાના સ્થાન પર તમે સિરકાનો પણ ઉપયોગ કરી શકો છો. સિંકની આસપાસની સફાઈ સાથે ડ્રેનવાઈપની સફાઈ કરવી પણ ખૂબ જરૂરી છે. આ માટે તમે માર્કેટમાંથી  ડ્રેન ક્લીન કરવાનો પાવડર લાવીને રાત્રે તેમા પડી રહેવા દો અને સવારે પાણીની તેજ ધાર ચલાવો. ગંદકી એકદમ સાફ થઈ જશે. 
 
ગૈસની સફાઈ - રસોઈ કે રોટલી બનાવતી વખતે મોટેભાગે ગેસના બટન પર લોટની પરત ચિપકી જાય છે. જે સહેલાઈથી સાફ નથી થતી.  આવામાં ગરમ પાણીમાં સ્ક્રબ પલાડીને સાફ કરે શકો છો.  જો ત્યાબાદ પણ સાફ ન થાય તો બ્લીચમાં થોડુંક ડિટર્જેંટ મિક્સ કરી લો.