સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2019 (13:08 IST)

સુરતમાં BRTS બસની અડફેટે રાહદારીનુ મોત નિપજતા લોકો વિફર્યા

સુરતમાં પુણા APMC માર્કેટ નજીક BRTS બસની અડફેટે યુવકના મોત બાદ લોકો રોષે ભરાયા હતા. બસમાં તોડફોડ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. જોકે, પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો. જયારે ઇજાગ્રસ્ત બીજા યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીઆરટીએસની બસ GJ 5 BZ 4201 સહરા દરવાજા તરફ આવી રહી હતી બીપી તે વખતે એપીએમસી માર્કેટની નજીક બીઆરટીએસ લેનમાંથી રાહદારીઓ રોડ ક્રોસ કરવા જતા અકસ્માત સર્જાયો હતો. બીઆરટીએસમાં અકસ્માતની સંખ્યા ઓ ઉપરાછાપરી વધી રહી છે. એકતરફ બસના ડ્રાઇવરોની સામે પણ આંગળી ચિંધાઈ રહી છે. જોકે, બીજી તરફ બીઆરટીએસની લેનમાંથી રોડ ક્રોસ કરનારા અને બીઆરટીએસની લેનમાં અવરજવર કરનારા લોકોની સંખ્યા પણ એટલી જ વધી રહી છે. આવા અકસ્માતોની સંખ્યા પાછળ આ બંને પરિસ્થિતિઓ કારણભૂત બનીને બહાર આવી રહી છે, તેવું મહાનગરપાલિકાના વર્તુળનો પણ અનુમાન છે.