ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑક્ટોબર 2024 (12:29 IST)

Noel Tata Successor: નોએલ ટાટા બનશે ઉત્તરાધિકારી, 34 લાખ કરોડનું સામ્રાજ્ય સંભાળશે, ટાટાની સંપત્તિ પાકિસ્તાનની જીડીપી કરતાં વધુ

noel tata
noel tata
  ટાટા સમૂહના માનદ ચેયરમેન રતન ટાટા, જેમણે બે દસકાઓથી પણ વધુ સમય સુધી કંપનીનુ નેતૃત્વ કર્યુ. બુધવારે રાત્રે 11.30 વાગે દક્ષિણ મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. 86 વર્ષીય પદ્મ વિભૂષણ સમ્માનિત રતન ટાટા છેલ્લા કેટલા દિવસોથી ICU મા દાખલ હતા. તેમના નિધન પછી ઉદ્યોગ જગતમાં ટાટા સમૂહના ઉત્તરાધિકારીને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે. પણ કંપનીમાં ઉત્તરાધિકારની સ્પષ્ટ યોજના પહેલાથી જ સ્થાપિત છે. જેનાથી ટાટા સમૂહની સ્થિરતા કાયમ રહેશે.  
 
રતન ટાટા જેમનુ સરળ વ્યક્તિત્વ અને ઈમાનદાર છબિ તેમને કોર્પોરેટ જગતમાં એક સંતના રૂપમાં પ્રતિષ્ઠિત કરતી હતી. રતન ટાટાએ ક્યારેય લગ્ન કર્યા નથી અને સાદગીથી પોતાનુ જીવન વિતાવ્યુ. તેમના નિધન પછી હવે અટકળો લગાવાય રહી છે કે તેમના સાવકા ભાઈ નોએલ ટાટા, ટાટા સમૂહની જવાબદારી સંભાળી શકે છે. 
 
કોણ બની શકે છે ઉત્તરાધિકારી ?
વર્તમાનમાં એન. ચંદ્રશેખરન ટાટા સંસના ચેયરમેન છે અને 2017થી આ પદ પર કાર્યભાર સંભાળી રહ્યા છે. જો કે પરિવારના અન્ય સભ્યોને ભવિષ્યની નેતૃત્વ ભૂમિકાઓના સંભવિત ઉમેદવારોના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. 
સંભવિત દાવેદારોમાં, મુખ્ય દાવેદાર રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા છે, જેમણે ટાટા જૂથમાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે.
 
સંભવિત દાવેદારો:
 
નોએલ ટાટા: રતન ટાટાના સાવકા ભાઈ, જેમના ત્રણ બાળકો માયા, નેવિલ અને લેહ ટાટાને પણ સંભવિત દાવેદાર ગણવામાં આવે છે.
 
માયા ટાટા:  34 વર્ષીય માયા ટાટાએ બેયસ બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ વારવિકથી ગ્રેજ્યુએશન કર્યુ છે.  સ્નાતક છે અને ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને ટાટા ડિજિટલમાં મુખ્ય હોદ્દા ધરાવે છે.
 
નેવિલ ટાટા - 32 વર્ષીય નેવિલ ટાટા જે ટ્રૈટ લિમિટેડ હેઠળ સ્ટાર બજારનુ નેતૃત્વ કરી રહેલ છે.  સક્રિય રૂપથી સમૂહમાં નેતૃત્વ કરવા માટે તૈયાર માનવામાં આવે છે.
 
લિઆ ટાટા: 39 વર્ષીય લિઆ ટાટા ગ્રુપના આતિથ્ય સેક્ટરમાં કામ કરે છે અને તાજ હોટલને સરળ રીતે ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
 
ટાટા ગ્રૂપની સંપત્તિનું બજાર મૂલ્ય 400 અરબ ડોલર (રૂ. 33.7 લાખ કરોડ) હોવાનો અંદાજ છે, જે પાકિસ્તાનના GDP કરતાં વધુ છે.