શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 ઑક્ટોબર 2019 (11:33 IST)

કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં સુરતમાંથી 3ની ધરપકડ, ગુજરાત આવશે લખનઉ પોલીસ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં શુક્રવારે થયેલી હત્યાનું કનેક્શન ગુજરાત સાથે જોડાયેલું છે. હિંદુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા કેસમાં સુરત પોલીસે મોડી રાત્રે સાત શંકાસ્પદને કસ્ટડીમાં લીધા હતા, જેમાંથી ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી લીધી છે. સુરતમાં ધરકપડ કરી લેવામાં આવી છે. સુરતમાંથી ધરપકડ કરવામાં આવેલા શંકાસ્પદોના નામ રાશિદ, મોહસિન અને ફૈજલ છે. આ ત્રણેયને સુરતના લિંબાયત વિસ્તારમાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના બિજનૌરમાંથી બે મૌલવીઓની ધરપકડ કરવામાં આવી છે. 
 
મળતી માહિતી અનુસાર સાતેય શંકાસ્પદોની પોલીસે મોડી રાત સુધી પૂછપરછ કરી હતી. ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે લખનઉ પોલીસ પૂછપરછ માટે સુરત આવી શકે છે. તો બીજી તરફ હત્યાકાંડના આરોપી મુફ્તી નઇમ કાસમી અન મૌલવી અનવારૂલ હક બંનેને બિજનૌર પોલીસે ઝડપી લીધા છે. મૌલવીના પરિવારજનોએ જણાવ્યું હતું કે પોલીસે મોડીરાત્રે 3 વાગે ધરપકડ કરી હતી. 
 
સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજ, હત્યાના સમયે ઉપયોગ કરવામાં આવેલા મોબાઇલ નેટવર્ક અને સુરતના મોબાઇલ નેટવર્કને ખંગાળવામાં આવી રહ્યા છે જેથી પુરાવા એકઠા કરી શકાય. 
 
જોકે કમલેશ તિવારીની હત્યા બાદ પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે. તેમાં બે શંકાસ્પદ યુવકો દેખાઇ રહ્યા છે. તેમના હાથમાં મિઠાઇની થેલીઓ છે. આ મિઠાઇના થેલીથી પોલીસને મહત્વપૂર્ણ પુરાવો મળ્યો છે. જોકે આ થેલીમાં જે મિઠાઇના ડબ્બા મળ્યા છે, જે સુરતની ધરતી બ્રાંડના છે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ મિઠાઇના ડબ્બામાં હથિયાર સંતાડીને લાવવામાં આવ્યા હતા.