આજે અમદાવાદીઓ અમિત ત્રિવેદીના તાલે ડોલશે, હાઉસફૂલ-4ની ટીમ કરશે સપોર્ટ

amit trivedi
અમદાવાદ:| Last Modified શનિવાર, 19 ઑક્ટોબર 2019 (11:13 IST)

વીવો પ્રો કબડ્ડી લીગની રસાકસી ભરી ફાઇનલ મેચ માટેનો તખ્તો ગોઠવાઈ ગયો છે. દબંગ દિલ્હી કેસી અને બેંગાલ વોરિયર્સ અમદાવાદમાં ઈકા ટ્રાન્સસ્ટેડીયા ખાતે એકબીજા સાથે ટકરાશે. ભારતના અગ્રણી બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસ અને વીવો પ્રો કબડ્ડી લીગના આયોજક માર્શલ ખાતે ચાહકો માટે ફાયનલ મેચ પહેલાં બોલિવુડના કલાકારોને ઓન સ્ક્રીન અને લાઈવ રજૂ કરશે.

વીવો પ્રો કબડ્ડી ફેન-ફેસ્ટ ફાયનલ મેચ પહેલાં
વિવિધ એવોર્ડ વિજેતા મ્યુઝિક ડિરેકટર, ગાયક અને કમ્પોઝર અમિત ત્રિવેદી પરફોર્મનન્સ આપશે. તે તેના ચાહકો માટે ઈકા અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે શનિવાર. તા. 19 ઓકટોબરના રોજ એકતારા, લંડન ઠુમકતા જેવાં ઘણાં બધાં બોલીવુડનાં સુપર હીટ ગીતો રજૂ કરશે.

અમદાવાદના ચાહકો ઈકા અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે વીવો પ્રો કબડ્ડી ફેન-ફેસ્ટમાં સંગીતના તાલે કાર્નિવાલ જેવા વાતાવરણમાં સ્વાદિષ્ટ ભોજન સાથે યાદગાર ક્ષણો માણી રહ્યા હશે ત્યારે વીવો પ્રો કબડ્ડી લીગના સ્ટાર સ્પોર્સના સ્ટુડિયોમાં ફ્લેગશિપ પ્રિ-શોમાં કેબીડી લાઈવમાં અક્ષય કુમાર તેની ફિલ્મ હાઉસફૂલ-4ના સાથી કલાકારો સાથે હાજરી આપશે. બોલીવુડના કલાકારો તેમના કબડ્ડી અંગેના પ્રેમ બાબતે વાત કરશે અને તેમને ગમતી ટીમને સપોર્ટ કરશે.


આ પણ વાંચો :