મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By નવિન રંગિયાલ|
Last Updated : શનિવાર, 20 જાન્યુઆરી 2024 (16:24 IST)

Vatsalyapuram Indore - ગુજરાત-રાજસ્થાનની 25 છોકરીઓ સાથે ક્રુરતાના સમાચાર, 21 નુ રેસ્ક્યુ 3 હજુ પણ ગાયબ

અંડરવિયરમાં કરી દેતી હતી લેટ્રિન અને યૂરિન

Vatsalyapuram Indore - Gujarat-Rajasthan news of brutality with 25 girls, rescue of 21 3 still missing
Vatsalyapuram Indore
 
- મઘ્યપ્રદેશમાં કેમ રહેતી હતી રાજસ્થાન-ગુજરાતની છોકરીઓ 
- સીડબલ્યુસી કરાવશે વાત્સલ્યપુરમ થી રેસ્ક્યુ કરવામં આવેલ છોકરીઓનો પુર્નવાસ 
- આશ્રમની છોકરીઓની વય 4 થી 14 વર્ષની વચ્ચે 
 
Indore Vatsayapuram Orphanage News - ઈન્દોરમાં શંકાસ્પદ ગતિવિધિઓ અને ગડબડ પછી સીલ કરવામાં આવ્યા વાત્સલ્યપુરમ બાળ આશ્રમમા અનેક પ્રકારના ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. અહી છોકરીઓને નિર્દયતાથી મારવા સાથે દોરીથી બાંધીને ઉંઘી લટકાવી, મરચાનો ધુમાડો આપવા અને ગરમ ચિમટાથી ડામ આપવાની વાત સામે આવી છે. બાલ આશ્રમની હાલત એટલી ખરાબ હતી કે એક યુવતી અંડરવિયરમાં જ લેટ્રિન અને યૂરિન કરી દેતી હતી. ઉલ્લેખનીય છે કે આશ્રમથી 25 છોકરીઓમાંથી 21નુ રેસ્ક્યુ કરવામાં આવી ચુક્યુ છે, જ્યારે કે 3 છોકરીઓ હજુ પણ ગાયબ છે. 
 
મહિલા એસઆઈ કીર્તિ તોમરે વિજયનગર પોલીસ સ્ટેશનમાં આશ્રમની લેડી કેયર ટેકર્સ વિરુદ્ધ આ જ આરોપ સાથે કેસ નોંધાવ્યો છે. બીજી બાજુ સીડબલ્યુસી બાળ કલ્યાણ સમિતિના અધિકારી હવે રાજસ્થાન અને ગુજરાતની છોકરીઓનો પુર્નવાસ કરાવશે. બીજી બાજુ એસીપી સોનાક્ષી સક્સેનાના માર્ગદર્શનમાં વિજય નગર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. 
 
3 છોકરીઓ હજુ પણ ગાયબ - ઉલ્લેખનીય છે કે અહીથી 25 છોકરીઓમાંથી 21નુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. એક યુવતી તેના પરિવાર પાસે છે. જ્યારે કે 3 છોકરીઓ હજુ પણ ગાયબ છે. 
 
12 જાન્યુઆરીના રોજ આશ્રમ કરવામાં આવ્યુ સીલ - વિજય નગર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સરકારે વિજય નગર ક્ષેત્રમાં વાત્સલ્યપુરમ નામના કથિત અનાથાશ્રમને અવૈધ સંચાલનના આરોપમાં 12 જાન્યુઆરીના રોજ સીલ કરી દેવામાં આવ્યુ હતુ અને તેમા રહેતી 21 છોકરીઓને રાજકીય બાળ સંરક્ષણ આશ્રમ અને એક અન્ય સંસ્ર્થામાં મોકલી દીધી હતી.  આ યુવતીઓની વય 4 થી 14 વર્ષની વચ્ચે છે. 
 
માર્યા પછી કલાકો સુધી બાથરૂમમાં બંધ - બાળકો સાથે ક્રૂરતાની હદ એ હતી કે માર્યા પછી તેમને બાથરૂમમાં બંધ કરી દેવામાં આવતી હતી. અધિકારીના મુજબ અનાથાલયમાં રહેનારી છોકરીઓએ બાળ કલ્યાણ સમિતિ (સીડબલ્યુસી) ને જણાવ્યુ કે આ સંકુલમાં શિક્ષાના નામે બાળકો સાથે ક્રૂર વર્તન કરવામાં આવતું હતું. 17 જાન્યુઆરીની રાત્રે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં તેમણે કહ્યું હતું કે જ્યારે 4 વર્ષની બાળકીએ પોતાના કપડા ગંદા કર્યા હતા, ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો અને તેને કલાકો સુધી બાથરૂમમાં બંધ રાખવામાં આવી હતી અને તેને 2 દિવસ સુધી ખાવાનું પણ આપવામાં આવ્યું નહોતુ. 
 
મરચાની ધૂની આપી, ગરમ ચિમટાથી આપ્યા દાગ - રિપોર્ટમાં એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આ અનાથાલયમાં બાળકોને ઉંઘા લટકાવી દેવામાં આવતા હતા અને નીચે ગરમ તવા પર લાલ મરચાની ધૂની આપવામાં આવતી હતી. અધિકારીએ જણાવ્યુ કે રિપોર્ટમાં 2 બાળકોને એક સગીર યુવતીના હાથેથી ગરમ ચિમટાથી જબરજસ્તીથી દાગ અપાવવા અને એક યુવતીને અન્ય બાળકો સામે નિર્વસ્ત્ર કર્યા પછી ભટ્ટી પાસે લઈ જઈને સળગાવી દેવાની ધમકી આપવાનો પણ આરોપ છે. 
 
એફઆઈઆરમાં અનાથાલયની 5 મહિલાઓના નામ - વિજય નગર પોલીસ મથકની ઉપનિરીક્ષક કીર્તિ તોમરે જણાવ્યુ કે ભારતીય દંડ વિઘાન અને કિશોર ન્યાય (બાળકોની દેખરેખ અને સંરક્ષણ) અધિનિયમના સંબદ્ધ જોગવાઈ હેઠળ નોંધાયેલ રિપોર્ટમાં અનાથાલય સાથે જોડાયેલ 5 મહિલાઓના નામ છે.  આ આરોપોની હાલ તપાસ થઈ રહી છે.  તપાસ પછી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.  
 
સીડબલ્યુસી કરાવશે પુનર્વાસ - ઈન્દોરની બાળ કલ્યાણ સમિતિ (સીડબલ્યુસી) ની અધ્યક્ષ પલ્લવી પોરવાલે જણાવ્યુ કે અનાથાલયથી બચાવેલ બાળકો રાજસ્થાન અને ગુજરાતના રહેનારા છે. અમે આ રાજ્યોની સંબંધિત બાળ કલ્યાણ સમિતિઓને પત્ર લખીને કહ્યુ છે કે તેઓ આ બાળકોની સામાજીક-આર્થિક બેકગ્રાઉંડની તપાસ કરીને અમને રિપોર્ટ સોપે જેથી તેમનો પુનર્વાસ કરવામાં આવી શકે. 
 


ભાવાનુવાદ - કલ્યાણી દેશ્મુખ