ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (15:42 IST)

અચાનક રાત્રે પહોચ્યા હતા BJP ના ચાણક્ય, આ રીતે લખી રૂપાણીના રાજીનામા સ્ટોરી

આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલીને બધાને ફરીથી ચોંકાવી દીધા છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે અને હવે તેમના ઉત્તરાધિકારીને લઈને ભારતીય જનતા પાર્ટીમાં મંથનના ચાલૂ છે. રૂપાણીનો  કાર્યકાળ પૂરો થતા પહેલા જ મુખ્યમંત્રીના ચેહરાને બદલવાનો નિર્ણય લીધો. પણ આ નિર્ણય આટલો સરળ નહોતો  કારણ કે આ મુખ્ય ઘટનાક્રમમાં  ગૃહમંત્રી અને ભાજપાના ચાણક્ય કહેવાતા અમિતશાહને પોતે એંટ્રી લેવી પડી. 
 
અમિત શાહના હસ્તક્ષેપ બાદ જ ગુજરાતમાં આટલી સરળતા સાથે શક્ય બની શકય થયું. માનવુ છે કે વિજય રૂપાણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકી મિત્ર છે. વિજય રૂપાણીના રાજીનામાથી એક દિવસ પહેલા અમિત શાહ અચાનક ગુજરાતના પ્રવાસે ગયા હતા. અમિત શાહ શુક્રવારે રાત્રે ગુજરાત પહોંચ્યા હતા અને બીજા દિવસે સવારે પરત ફર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં વિજય રૂપાણીના રાજીનામા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
હાલ એ સ્પષ્ટ નથી કે રૂપાણીએ કયાં કારણથી રાજીનામુ આપ્યુ છે. પણ એવુ કહેવામાં આવી રહ્યુ છે કે કોરોનાને લઈને તેમની પ્રબંધન નીતિથી કેંદ્રીય નેતૃત્વ ખુશ નથી.  તે બધાને સાથે લઈ ચાલવામાં સક્ષમ નહોતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી ડિસેમ્બર 2022 માં થવાની છે. રૂપાણી (65) કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ભાજપ શાસિત રાજ્યોમાં પદ છોડનારા ચોથા મુખ્યમંત્રી છે. તેમણે ડિસેમ્બર 2017 માં મુખ્યમંત્રી તરીકે બીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા.