બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 14 મે 2019 (12:06 IST)

મહિલાને પ્રસવ પીડા થતા હૈદરાબાદ વિમાનનુ ઈમરજેંસી લેંડિગ, વિમાનમાં જ થઈ ડિલીવરી

મહિલા મુસાફરને પ્રસવ પીડા થતા હૈદરાબાદ હવાઈમથક પર એક આંતરરાષ્ટ્રીય વિમાનની ઈમરજેંસી લૈંડિગ કરાવવામાં આવી. હૈદરાબાદના અપોલો હોસ્પિટલના ડોક્ટરોની ટીમે હવાઈ મથક પર વિમાનમાં જ મહિલાની ડિલીવરી કરાવી. જો કે સાથે સર્જિકલ ઉપકર્ણ ન હોવાને કારણે ગર્ભનાળને વિમાનમાં ન કપાવી શકાયુ. પ્રસવ પીડિતા અને નવજાતની નબળી પરિસ્થિતિને જોતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યા બાળકની ગર્ભનાળ કાપવામાં આવી. 
       
આ ઘટના 8 મે ની છે. વિમાન મનીલા જઈ રહ્યુ હતુ. અપોલો હોસ્પિટલે સોમવારે નિવેદનમાં જણાવ્યુ કે હવે માતા અને બાળક બંને સ્વસ્થ છે અને પોતાને દેશ જઈ શકે છે. હોસિટલ પ્રબંધકે નિવેદનમા જણાવ્યુ કે હવાઈમથક અધિકારીઓએ હોસ્પિટલમાંથી ડોક્ટરોની ટીમ માંગી હતી. જ્યારબાદ ડોક્ટરની ટીમ હવાઈમથક પર પહોંચી. ત્યા સુરક્ષાની તપાસ પછી ડોક્ટરોની ટીમ હવાઈમથક પર ગઈ પણ નિયમોને કારણે તેઓ પોતાની સાથે સર્જિકલ ઉપકરણ ન લઈ જઈ શકી.