BTC on high record- બિટકોઇન ઇતિહાસ રચ્યો, પહેલીવાર $67,600ને પાર
જ્યોર્જ ટાઉન. વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત ઐતિહાસિક રેકોર્ડ તોડીને $67,000 થી વધુની નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી છે. હાલમાં ભારતીય ચલણમાં 1 બિટકોઈનની કિંમત 50,06,074 રૂપિયા છે.
ટ્રેડિંગ ડેટા અનુસાર, ટ્રેડિંગ વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી મોટું ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ, Binance પર 1 બિટકોઇનની કિંમત સોમવારે 7.5 ટકાથી વધુ વધીને મહત્તમ $67,630 સુધી પહોંચી હતી.
સોમવારે ક્રિપ્ટોકરન્સી ડોજકોઈન પણ અપટ્રેન્ડ દર્શાવે છે. તે 3.74 ટકાના વધારા સાથે રૂ. 21.69 પર ટ્રેડ કરી રહ્યો હતો. જોકે Shiba Inuમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં તેમાં 24 ટકાથી વધુનો ઘટાડો થયો છે.