સ્પર્ધાત્મક પરિક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય
સ્પર્ધાત્મક પરિક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી કક્ષાએ સામાન્ય જ્ઞાન વિષય સામેલ કર્યો છે. આ અંગેની જાણકારી રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જિતુ વઘાણીએ ટ્વિટર કરીને આપી છે.
શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ટ્વિટર કરી જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ GPSC, UPSC, SSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે, યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમાં શૈક્ષણિક વર્ષ 2023-24 થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.